Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

Rajkot: “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ

Rajkot: “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લા ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્તરીય કાર્યશાળા યોજાઈ: ક્લેકટરશ્રીએ વિઝન ફોર ઇન્ડિયા

– ૨૦૪૭ સંદર્ભે છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડવા ઉપર ભાર મૂક્યો.૨૫ ડિસેમ્બરના રોજ સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે દેશભરમાં સુશાસન સપ્તાહની ઉજવણી ચાલી રહી છે. ત્યારે રાજકોટ જિલ્લા કલેકટરશ્રી અરૂણ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

મહેશ બાબુના અધ્યક્ષસ્થાને “સુશાસન સપ્તાહ: પ્રશાસન ગાંવ કી ઔર” અભિયાન અંતર્ગત રાજકોટ જિલ્લામાં કલેકટર કચેરી ખાતે જિલ્લા સ્તરીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્કશોપમાં અધિક જિલ્લા મેજીસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા સ્વાગત પ્રવચન કરાયું હતું.

Read more:- અદાણી ફાઉન્ડેશનનાં પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય ગણિત દિવસની ઉજવણી….
આ વર્કશોપમાં તંત્રની વિશેષ સિદ્ધિ તથા જાહેર હિત માટેની નવતર પહેલની પાવર પોઇન્ટ પ્રેઝન્ટેશનથી રજૂઆત કરવામાં આવી હતી. જેમાં મદદનીશ નિયામક રોજગાર વિભાગ દ્વારા સૈન્ય ભરતીમાં સૌરાષ્ટ્રના ઉમેદવારોની ભાગીદારી તેમજ અનુબંધન પોર્ટલ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. ત્યારબાદ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી દ્વારા ઈ-સરકાર પોર્ટલ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત, અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ. જે. ખાચર દ્વારા ગુડ ગવર્નન્સ વિશે તમામ જાણકારી આપવામાં આવી હતી.
આ વર્કશોપમાં ક્લેકટરશ્રી અરુણ મહેશ બાબુએ વહીવટી તંત્રની પ્રસંશનીય કામગીરીને વર્ણવી હતી. તેમજ વિઝન ફોર ઇન્ડિયા – ૨૦૪૭ની સફળતા માટે ગ્રામ્ય કક્ષાએ છેવાડાના માનવી સુધી સરકારી યોજનાઓનો લાભ પહોંચાડી લોકભોગ્ય વહીવટ બનાવવા ઉપર ભાર મૂક્યો હતો. આ સાથે ‘મીનીમમ ગવર્ન્મેન્ટ, મેક્સીમમ ગવર્નન્સ’ની થીયરીને અમલમાં મૂકી તમામ વિભાગો ગામડાંઓના વિકાસ તરફ વિશેષ ધ્યાન આપવા અને ગામડાંઓમાં આંગણવાડીઓ, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, ડીજીટલ સેવાસેતુ, ગ્રામસભા-રાત્રિસભા સહિતની પ્રવૃત્તિઓ દ્વારા ગ્રામજનોનું જીવનધોરણ ઊંચું લાવવાના પ્રયાસ હાથ ધરવા જણાવાયું હતું. તેમજ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરીએ જણાવ્યું હતું કે વિવિધ સરકારી વિભાગો કામગીરીમાં પારદર્શકતા લાવીને તેમજ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા વિચારો થકી નવા કાર્યોનું અમલીકરણ પ્રજા કલ્યાણ માટે કરે.
આ તકે રાજકોટ દક્ષિણ પ્રાંત અધિકારીશ્રી કે. જી. ચૌધરી, રાજકોટ ગ્રામ્ય અધિકારીશ્રી વિવેક ટાંક, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. એસ. ઠુમ્મર, મધ્યાહન ભોજન નાયબ કલેકટરશ્રી સુરજ સુથાર, જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી બી. એસ. કૈલા, જિલ્લા પુરવઠા અધિકારીશ્રી અવની હરણ, અનુસુચિત જાતિ કલ્યાણ નાયબ નિયામકશ્રી ચંદ્રવદન મિશ્રા સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આ સમગ્ર વર્કશોપનું સંચાલન પ્રોટોકોલ મામલતદારશ્રી આઈ. જી. ઝાલા દ્વારા કરવામાં આવ્યું હતું.

Related posts

બજાર ભાવ: એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊન

cradmin

રાજકોટ : રાજ્યના પ્રથમ ગ્રીનફિલ્ડ રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટનું લોકાર્પણ કરતાં વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી

cradmin

Paten: વઢિયાર પંથકના બાસ્પામાં મહર્ષિ દયાનંદ વિજ્ઞાન કોલેજનો રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં શુભારંભ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!