રાજકોટ : ” કેન્દ્ર સરકારની ‘‘ એક ભારત શ્રેષ્ઠ ભારત‘‘ યોજના અંતર્ગત જુદા જુદા રાજયોની પોલીસ એક બીજા રાજયમાં જઇને સાંસ્ક્રુતિક, સામાજીક વિવિધતાથી વાકેફ થાય તથા રાજય પોલીસની કાર્યપધ્ધતીઓથી અવગત થાય તે હેતુથી”
છતીસગઢ રાજયથી ૧૫ પોલીસ જવાનો ગુજરાત રાજયની રાજકોટ રેન્જ ખાતે તા.૨૬/૦૬/૨૦૨૩ થી ૧૫/૦૭/૨૦૨૩ સુધી આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે અંતર્ગત રાજકોટ રેન્જના ૫ જિલ્લાઓ જેમાં રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભુમિ દ્વારકા વિ. જિલ્લાઓમાં ચાર-ચાર દિવસ સુધી તે જિલ્લામાં રોકાયને પોલીસ માળખાથી અવગત થશે.

આ ઉપરાંત જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોની વિજીટ કરાવીને પોલીસની કાર્યપધ્ધતીથી અવગત કરાવવામાં આવશે. આ અંતર્ગત પોલીસ અધિક્ષકશ્રી સાથેની મુલાકાત, પોલીસ અધિક્ષકશ્રીની કચેરીની વિવિધ શાખાઓની મુલાકાત તથા કામગીરીથી વાકેફ કરવા, જિલ્લા પોલીસ હેડ ક્વાટરના માળખાની સમજણ તથા તેમાં ચાલી રહેલ પોલીસ વેલફેર તથા સ્ટુડન્ટ પોલીસ કેડેટ, સુરક્ષા સેતુ યોજના હેઠળ ચાલી રહેલી કામગીરીથી વાકેફ કરવા, જિલ્લા પોલીસ કમાન્ડ એન્ડ કંન્ટ્રોલરૂમની મુલાકાત અને કામગીરી, ઇ-ચલણ અંગેની માહિતી, પોલીસ હેડ ક્વાટરની વિવિધ શાખાઓ જેવી કે, આર્મ વર્કશોપ, બી.ડી.ડી.એસ., ક્યુ.આર.ટી., માઉન્ટેડ, જી.આર.ડી., હોમગાર્ડ અને વાયરલેશ વિ. વિભાગોની મુલાકાત કરાવી તેમાં ચાલી રહેલી કામગીરીથી વાકેફ કરવામાં આવનાર છે.

આ ઉપરાંત જિલ્લામાં ચાલી રહેલ વેલફેર પ્રવુતીઓ જેવી કે, ડીસ્પેન્સરી, સી.પી.સી. કેન્ટીન, લાયબ્રેરી, જીમ, કોમ્યુનીટી હોલ, પાર્ટી પ્લોટ, આર.ઓ.પ્લાન વિ. સ્થળોની મુલાકાત કરી માહિતી આપવામાં આવનાર છે.
પોલીસ સ્ટેશનોની મુલાકાત દરમ્યાન કોમ્યુનીટી પોલીસીંગ અંતર્ગત બન્ની રાજયોની પોલીસ વચ્ચે સંવાદ યોજીને સિનીયર સીટીઝનો, પોલીસ મિત્રો તથા શાંતી સમિતીના સભ્યો, ફિશરમેન અને વોચરગ્રુપથી અવગત કરાવી તે કામગીરીથી પણ અવગત કરવામાં આવનાર છે.

આ ઉપરાંત પોલીસ સ્ટેશનની રુટીન કામગીરી, પોલીસ તપાસ, પોલીસ રેકોર્ડ, ઇ-ગુજકોપ જેવી કામગીરીથી પણ વાકેફ કરવામાં આવનાર છે.
જિલ્લાના જુદા જુદા જોવાલાયક સ્થળોની મુલાકાત કરાવીને ગુજરાતની સામાજીક અને સાંસ્ક્રુતીક વારસાથી અવગત કરવામાં આવનાર છે.
આ સમગ્ર પ્રોજેકટનુ રાજકોટ રેન્જ સ્તરનુ મોનીટરીંગ રાજકોટ રેન્જ મારફતે કરવામાં આવશે.
અત્રેની રાજકોટ રેન્જના આ પ્રોજેકટના નોડલ તરીકે શ્રી એચ.એસ. રત્નુ, ના.પો.અધિ., મુખ્ય મથક, રાજકોટ ગ્રામ્યનાઓને નિયુકત કરવામાં આવેલ છે.