Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટલાઈફ કેરશહેર

Rajkot: છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક

Rajkot: છેલ્લા ત્રણ વર્ષમાં ૮૦ હજારથી વધુ બોટલ રક્ત પૂરું પાડતી સિવિલ બ્લડ બેન્ક: રાજકોટ સિવિલ હોસ્પિટલ સ્થિત બ્લડ બેન્ક માત્ર થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓને જ નહીં પરંતુ ઇમર્જન્સી, ગાયનેક, પીડિયાટ્રિક, સુપર

સ્પેશિયાલિટી, સ્કિન, યુરોલોજી સહિતના ૧૨ જુદા જુદા વિભાગના દર્દીઓને લોહી પૂરું પાડે છે. આ ઉપરાંત બી.એસ.યુ.(બ્લડ સ્ટોરેજ યુનિટ) સેન્ટર જેવા કે, કુવાડવા, જેતપુર, ગોંડલ, ઉપલેટા વગેરે ખાતે પણ રાજકોટ સિવિલ બ્લડ બેંક દ્વારા રક્ત ઉપલબ્ધ કરાવવામાં આવતું હોવાનું ઇન્ચાર્જ ડો.દલસાણીયા જણાવે છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

બ્લડ બેન્ક દ્વારા વર્ષ ૨૦૨૦ માં ૨૭,૩૬૪ વર્ષ ૨૦૨૧ માં ૨૪,૪૧૧ તેમજ ચાલુ વર્ષ ૨૦૨૨ માં ૨૮,૫૮૨ બોટલ મળી છેલ્લા ત્રણ વર્ષ માં ૮૦,૩૫૮ બોટલ રક્ત પૂરું પાડવામાં આવ્યું છે. જયારે વર્ષ ૨૦૧૮થી હાલ સુધીમાં થેલેસેમિયા દર્દીઓને નિઃશુલ્ક ૩૬,૩૪૨ બોટલ રક્ત પૂરું પાડી દર્દીઓને સતત નવજીવન પૂરું પાડવામાં આવી રહ્યું છે.

Read more:- ચહેરા પર કરવામાં આવતી મસાજ તેમજ ક્લિન કરવામાં આવે તેને ફેશિયલ કહે
રાજકોટ સિવિલ બ્લડ બેન્ક ખાતે ખાસ લેબોરેટરી કાર્યરત છે. જયાં દર્દીઓના વિવિધ ટેસ્ટ કરવામાં આવે છે. બ્લડ બેન્ક ખાતે રક્તદાન કરવા આવતા દાતાઓ માટે ખાસ વ્યવસ્થા રાખવામાં આવેલી છે. અહીં ૧૨૦૦થી વધુ બોટલ રક્ત સંગ્રહની ક્ષમતા છે. તેમજ લોહીના ઘટકો છુટા પાડવા માટે અદ્યતન મશીનો ઉપલબ્ધ છે.
આ તકે ડો. દલસાણિયા લોકોને રક્તદાન કરવા ખાસ અપીલ કરતા જણાવે છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે સૌરાષ્ટ્ર ભરના દર્દીઓ આવતા હોઈ મોટા પાયે લોહીની જરૂરત રહે છે. જે પુરી કરવા કેમ્પ રાખવામાં આવે છે, તેમ છતાં હંમેશા લોહીની ખાસ્સી જરૂરિયાત રહેતી હોઈ લોકો વધુ ને વધુ રક્તદાન કરે, તે જરૂરી છે.

Related posts

જૂનાગઢ તાલુકાના નવા પીપળીયા ખાતે લેઉઆ પટેલ સમાજ ભવનના નિર્માણ શીલાન્યાસ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

નવી વાત: ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવતી બાબતો

cradmin

કચ્છ : ૧૮ મે, આંતરરાષ્ટ્રીય મ્યૂઝિયમ દિવસ – ૨૦૨૩

cradmin

Leave a Comment

error: Content is protected !!