Rajkot: સગર્ભા મહિલાઓને નિઃશુલ્ક સેવા આપતી રાજ્યસરકારની ‘‘ખિલખિલાટ વાન’’: વર્ષ ૨૦૨૨માં રાજકોટ જિલ્લાની ૨૮૪૧૬ સગર્ભાઓને ૨૬ ખિલખિલાટ વાનની સેવા અપાઈ.
ગુજરાત સરકારના આરોગ્ય વિભાગ દ્વારા આરોગ્યલક્ષી સુવિધામાં ઉત્તરોત્તર વધારો કરવામાં આવી રહ્યો છે. જે અન્વયે સરકારી પ્રસૂતિ ગૃહોમાંથી માતાઓને તેમના નવજાત ભૂલકાંઓ સાથે સલામત-આરોગ્યપ્રદ રીતે ઘરે પહોંચાડવાની અવિરત સેવા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
‘‘ખિલખિલાટ વાન’’ના માધ્યમથી આપવામાં આવે છે. ઉપરાંત બીમાર બાળકને હોસ્પિટલથી ઘર સુધી વિનામુલ્યે પહોંચાડવામાં પણ ‘‘ખિલખિલાટ વાન’’ની સેવા મદદરૂપ થઈ રહી છે. ખિલખિલાટ વાનની સેવા રાજ્ય સરકાર અને EMRI
Read more:- સુરતમાં શ્રમિક અન્નપૂર્ણા યોજનાનો રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રીના હસ્તે શુભારંભ…
Green health service દ્વારા ચલાવવામાં આવે છે. રાજકોટ જિલ્લામાં સગર્ભા માતાને ઘરેથી હોસ્પિટલ અને હોસ્પિટલથી ઘરે સુરક્ષિત રીતે લઈ જવા માટે ૨૬ જેટલી ‘‘ખિલખિલાટ વાન” સતત કાર્યરત છે. આ સેવાના લીધે મહિલા તેમજ તેના બાળકના સ્વાસ્થ્યની સુરક્ષામાં નોંધપાત્ર વધારો થયો છે. રાજકોટ જિલ્લામાં ‘ખિલખિલાટ વાન’ની સેવા શરૂ થયાથી અત્યાર સુધી ૧૦.૭૯ લાખ સગર્ભાઓ તેમજ વર્ષ ૨૦૨૨માં ૨૮૪૧૬ સગર્ભાઓને મદદરૂપ બની છે.