અમરેલી : રાજુલા પો.સ્ટે.ના અપહરણ તથા પોકસોના ગુન્હામાં નાસતા ફરતા આરોપી તથા ભોગ બનનારને શોધી કાઢતી રાજુલા પોલીસ ટીમ
મ્હે.ભાવનગર રેન્જ આઇ.જી. શ્રી ગૌતમ પરમાર સાહેબ તથા અમરેલી પોલીસ અધિક્ષક શ્રી હિમકર સિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં બનતા અપહરણ તથા પોકસો એકટ સંબધી ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવાં સુચના આપેલ હોય જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ધરપકડ ટાળવાં માટે નાસતા ફરતા આરોપીઓને પકડવાં સારૂ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી વોરા સાહેબનાઓએ જરૂરી સુચના અને માર્ગદર્શન આપેલ હોય,
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે અન્વયે રાજુલા પો.સ્ટે.માં ગુ.ર.નં.૧૧૧૯૩૦૫૦૨૩૦૧૪૫ આઇપીસી કલમ ૩૬૩,૩૬૬ તથા પોકસો એકટ કલમ ૧૮ મુજબના ગુન્હાના કામનો આરોપી ફરી.શ્રીની સગીર વયની દિકરી લલચાવી ફોસલાવી,લગ્ન કરવાનાં ઇરાદે,કાયદેસરના વાલીપણામાંથી અપહરણ કરી લઇ ગયેલ હોય જે ગુનાના કામે નાસતા ફરતાં આરોપીને પકડી પાડવાં રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ નાઓએ સુચના અને માર્ગદર્શન આપેલ હોય
જે આધારે રાજુલા પો.સ્ટે.ના પોલીસ સ્ટાફે ઉપરોકત ગુનાના આરોપીને રાજુલા ટાઉન વિસ્તારમાંથી ચોકકસ બાતમી આધારે આરોપી તથા ભોગ બનનારને ગણતરીની કલાકોમાં શોધી કાઢી આગળની કાર્યવાહી કરેલ છે
પકડાયેલ આરોપી
વિજયસિંહ ઉર્ફે ’’ ભયો ’’ અભેસિંહ ગોહિલ ઉ.વ.૧૮ ધંધો.મજુરી રહે.સાંઢણીધાર તા.કોડીનાર જિ.અમરેલી
કામગીરી કરનાર અધિકારી તથા કર્મચારી
રાજુલા પો.સ્ટેના પો.ઇન્સ. શ્રી જે.એન.પરમાર સાહેબ તથા ટાઉન બીટ હેઙ.કોન્સ ભરતભાઇ મુહાભાઇ તથા મુકેશભાઇ પરશોતમભાઇ ગાજીપરા તથા સર્વેલન્સ સ્કોડના હેડ કોન્સ. ભીખુભાઇ સોમાતભાઇ ચોવટીયા તથા હેડ કોન્સ. હરપાલસિંહ વિક્રમસિંહ ગોહિલ તથા તથા પો.કોન્સ. ઘનશ્યામભાઇ હસમુખભાઇ મહેતા દ્રારા કરવામાં આવેલ છે.