Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : જામનગર શહેરમાં પણ રોડ સેફટી ડ્રાઇવ.

જામનગર : જામનગર શહેરમાં પણ રોડ સેફટી ડ્રાઇવ

હાલમાં જ અમદાવાદના ઈસ્કોન રોડ પર તથ્ય પટેલે લકઝરીયસ જેગુઆર કાર 141 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચલાવી 9 લોકોને મોતને ઘાત ઉતાર્યાની ઘટનાથી સમગ્ર દેશમાં અરેરાટી ફેલાઈ ગઈ હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ ઘટના સંદર્ભે રાજ્ય સરકાર એલર્ટ બની રાજ્યના પોલીસ મહાનિરીક્ષકે ગુજરાતમાં રોડ સેફટી ડ્રાઇવ યોજવાનો આદેશ કરવામાં આવ્યો હતો. આ ડ્રાઈવ એક મહિના સુધી શહેર અને જિલ્લાના મુખ્ય મથકોએ યોજવામાં આવશે.

જેમાં ઓવરસ્પીડ, ડ્રંક એન્ડ ડ્રાઈવ, ભયજનક ડ્રાઈવિંગ (ધૂમ બાઈક) ની કામગીરી સંદર્ભે જામનગર પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સુચનાથી પીએસઆઇ એમ.વી. મોઢવાડિયા તથા સ્ટાફના મહેન્દ્રસિંહ ઝાલા અને ટ્રાફિક જવાનો તેમજ ટીઆરબીની ટીમ દ્વારા મંગળવારે સવારે રોડ સેફટી ડ્રાઈવ યોજવામાં આવી હતી. જેમાં ઓવરસ્પીડના ઓનલાઈન કેસો નોંધવામાં આવ્યા હતાં

તેમજ કાળા કલરની ફિલ્મ પણ અમુક કારોમાંથી ઉતારી લેવામાં આવી હતી. જામનગર પોલીસે ઓવરસ્પીડમાં ચાલતા વાહનોને કંટ્રોલ કરવા માટે ઈન્ટરસેપ્ટર વ્હીકલની સ્પીડગન દ્વારા કરવામાં આવી હતી. આ કામગીરી બાદ કમાન કંટ્રોલ દ્વારા જે-તે વાહનચાલકોને મેમો પહોંચાડવામાં આવે છે. જુલાઈ માસ દરમિયાન 166 ઓવરસ્પીડના ઓનલાઈન કેસો નોંધવામાં આવ્યા છે.

Related posts

પાટણ : શંખેશ્વર પંચાસર હાઈવે પર બાઈક અકસ્માત માં એક નું મોત ત્રણને ગંભીર ઈજાઓ

cradmin

ક્રાઇમ: ઉત્તર પ્રદેશમાં ગર્ભવતી મહિલાની લાશ મળી, પોલીસ તપાસ હેઠળ પતિ ગુમ

cradmin

જીલ્લા કલેકટર અરવિંદ વિજયનની રાજ્ય કક્ષાએ બેસ્ટ જિલ્લા ચૂંટણી અધિકારી તરીકે પસંદગી

cradmin

Leave a Comment

error: Content is protected !!