[ad_1]
નવી દિલ્હીઃ આજકાલ કોઇ એવુ નહીં હોય કે જેની પાસે ડેબિટ કાર્ડ ના હોય. પૈસાની ક્યારે ક્યાં જરૂર પડી જાય, એટલા માટે ડેબિટ કાર્ડને હંમેશા સાથે રાખવુ ખુબ જરૂરી છે. પરંતુ ડેબિટ કાર્ડ વાપરનારાઓએ સર્તક પણ રહેવુ પડે છે. ડેબિટ કાર્ડના કેસમાં આ બહુજ જરૂરી છે. ભારતની સૌથી મોટી બેન્ક એસબીઆઇ State Bank of India (SBI) પોતાના ગ્રાહકોને હંમેશા આના વિશે એલર્ટ કરતી રહે છે. એસબીઆઇ કહે છે કે જો ડેબિટ કાર્ડ ક્યાંક ખોવાઇ જાય તો તેને કસ્ટમર કેર નંબર પર તરત જ સૂચિત કરો, જેનાથી આ કાર્ડ તરતજ બ્લૉક થઇ જાય. આના માટે બેન્કમાં જવાની જરૂર નથી. હવે બેન્કે આ સંબંધમાં એક ટ્વીટ કર્યુ છે, જેમાં એક વીડિયોના માધ્યમથી સમજાવવામાં આવ્યુ છે કે કાર્ડ ખોવાઇ જાય કે ડેમેજ થઇ જાય, આવી સ્થિતિમાં કઇ રીતે આને બ્લૉક કરાવશો, અને કઇ રીતે નવા કાર્ડ માટે એપ્લાય કરો. આ ટ્વીટમાં બે ટૉલ ફ્રી નંબર આપવામાં આવ્યા છે, જેના પર સૂચિત કરીને કાર્ડને બ્લૉક કરાવી શકાય છે. આ નંબર છે 1800 112 211 અને 1800 425 3800.એસબીઆઇના કાર્ડ બ્લૉક કરવા માટે આ રીતો સમજાવી છે…..પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 1800 112 211 કે 1800 425 3800 નંબર પર કૉલ કરો. જ્યારે કહેવામાં આવે ત્યારે 0 બટન પ્રેસ કરો. એસબીઆઇ ડેબિટ કાર્ડને બ્લૉક કરવા માટે બે પ્રકારના ઓપ્શન સૂચવે છે. પહેલુ રજિસ્ટર મોબાઇલ નંબર અને ડેબિટ કાર્ડથી 1 બટન પ્રેસ કરી કાર્ડને બ્લૉક કરાવી શકાય છે. બીજુ રજિસ્ટર્ડ મોબાઇલ નંબર અને એકાઉન્ટ નંબરની સાથે 2 બટન પ્રેસ કરી કાર્ડને બ્લૉક કરાવી શકાય છે. જો પહેલો ઓપ્શન પસંદ કર્યો છે તો તમારા ડેબિટ કાર્ડના છેલ્લા પાંચ ડિજીટને મોબાઇલમાં નાંખવો પડશે. આ પછી 1 બટન પ્રેસ કરીને આને કન્ફોર્મ કરવા માટે કહેશે. બીજા ઓપ્શન અંતર્ગત એકાઉન્ટ નંબરના છેલ્લા પાંચ ડિજીટને નાંખવા પડશે, અને કન્ફોર્મ માટે 1 બટન દબાવવુ પડશે.
Here’s how you can block your Debit Card and reissue a new one via our toll-free IVR system.Just call 1800 112 211 or 1800 425 3800.#SBI #StateBankOfIndia #IVR #DebitCard pic.twitter.com/htUwqbfGct
— State Bank of India (@TheOfficialSBI) July 20, 2021કાર્ડ માટે રીએપ્લાય કઇ રીતે કરશો- ટૉલ ફ્રી નંબર પર કૉલ કર્યા બાદ 1 પ્રેસ કરવુ પડશે. નવુ કાર્ડ લેવા માટે ડેટ ઓફ બર્થ માંગશે જેને નાંખવી પડશે. આ પછી 1 પ્રેસ કરીને આને કન્ફોર્મ કરવુ પડશે. કન્ફોર્મ કર્યા બાદ બેન્ક તરફથી એક કન્ફોર્મેશન મેસેજ મળશે. આ રીતે થોડાક દિવસો બાદ નવુ કાર્ડ બનીને તમારા સરનામે આવી જશે.
[ad_2]
Source link