અમદાવાદ : મોટા ક્રિકેટ સટ્ટા રેકેટ નું કૌભાંડ ઝડપાયું: અમદાવાદ પીસીબી એ માધુપુરા ની એક લિંકથી 1800 કરોડનો ક્રિકેટનો સટ્ટો ઝડપ્યો
સિંગાપુર દુબઈ સુધી મૂળિયા
ગુજરાત ક્રિકેટ સટ્ટામાં અત્યાર સુધીનો સૌથી મોટો ક્રિકેટ સટ્ટો અમદાવાદ પીસીબી એ ઝડપી પાડ્યો છે
Pcb છેલ્લા ઘણા મહિનાથી કંપનીના એકાઉન્ટમાં કરોડો રૂપિયાનું ટ્રાન્જેક્શન થતું હોવાની બાતમી મળી હતી જે સંદર્ભે પીસીબીને માધુપુરા વિસ્તારમાં એક કડી મળી અને એક બે નહીં પણ 1800 કરોડ નો હિસાબ મળી આવ્યો છે અત્યાર સુધીના સટ્ટાના રેકેટમાં પીસીબી ને સૌથી મોટી સફળતા મળી છે આ તમામ રૂપિયાનો હવાલો સિંગાપુર અને દુબઈ હવાલા મારફતે થતો હતો તેમજ ઘરે સામાન્ય વ્યક્તિના એટલે કે કોઈ અજાણી વ્યક્તિના એકાઉન્ટમાંથી રૂપિયા કંપની એકાઉન્ટમાં જતા હતા આ કંપનીઓ સટો રમવા માટે ઉપયોગમાં લેવાતી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ગુજરાત ઇતિહાસમાં ક્રિકેટ સત્તામાં સૌથી મોટા વ્યવહારનો પરદા ફાસ અમદાવાદ પીસીબી એ કર્યો છે અમદાવાદ પીસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર તરલ ભટ્ટને માહિતી મળી હતી કે કેટલીક કંપનીઓની અંદર કરોડોના ટ્રાન્જેક્શન થઈ રહ્યા છે અને તે સામાન્ય વ્યક્તિ ના એકાઉન્ટમાંથી આવી રહેલા પૈસા છે પરંતુ આ તમામ રૂપિયા સટા માટે ઉપયોગમાં લેવામાં આવી રહ્યા છે અલગ અલગ જગ્યાએ સટ્ટાની પોલીસ તપાસ કરવા માટે પ્રયાસ કરી રહી હતી તે સમય અમદાવાદના માધુપુરા વિસ્તારમાં આવેલા સુમીલ કોમ્પ્લેક્સ માં પીસીબી ની ટીમે દરોડા પાડ્યા હતા પીસીબી એ અહીં રેડ કરી ત્યારે સાત મોબાઈલ ત્રણ લેપટોપ 536 ચેક બુક, 538 ક્રેડિટ કાર્ડ, 14 પીઓએસ મશીન, 193 સીમકાર્ડ સાત પાનકાર્ડ 83 કંપનીના સિક્કા ૨૦ ડિજિટલ સિગ્નેચર ડિવાઇસ અને રોકડ મળીને 3.38 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે
પોલીસે જીતેન્દ્ર હીરાગર,સતીશ પરિહાર, અંકિત ગેહલોત અને નીરવ પટેલની ધરપકડ કરી છે પકડાયેલા આરોપીઓ માંથી ત્રણ આરોપી મૂળ રાજસ્થાનના છે જ્યારે 16 આરોપીઓ ફરાર છે જેમાં દુબઈ સિંગાપુર સહિત અલગ અલગ રાજ્યના છે ફરાર આરોપીઓની પણ પોલીસે શોધ ખોળ શરૂ કરી છે સમગ્ર મામલે માધુપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાય છે સમગ્ર મામલે પોલીસ કમિશનર દ્વારા સુપરવિઝન પણ કરવામાં આવી રહ્યું છે
આ અંગે પીસીબી પીઆઈ તરલ ભટ્ટે જણાવ્યું હતું કે ઘણા સમયથી ઇન્ટરનેશનલ એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર થતા આવવાની બાતમી અમને મળી હતી આ લોકોની મોડસ ઓપરેન્ડી એવી હતી કે તેઓ સામાન્ય વ્યક્તિના એટલે કે કોઈ ખાનગી વ્યક્તિના એકાઉન્ટમાં રૂપિયા ટ્રાન્સફર કરતા હતા ત્યારબાદ સટો રમાડનાર લોકોના એકાઉન્ટ સુધી પહોંચતા હતા સમગ્ર ટ્રાન્જેક્શન 1800 કરોડ સુધી પહોંચી ગયું છે પોલીસ ને પંચનામુ કરતા ત્રણ દિવસથી વધુ સમય લાગ્યો છે અને ઇન્ટરનેશનલ રેકેટનો પરદા ફાસ થયો છે હવે આ સમગ્ર હવાલા તેમજ રોકડ ટ્રાન્જેક્શન સંદર્ભે તપાસ હાથ ધરી છે તેની સાથે લોકલ અને અન્ય બેન્ક એકાઉન્ટ પણ સામે આવતા હજારો કરોડ મા ફસાયેલા લોકો પણ સ્પષ્ટ થશે શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા આ સંદર્ભે કડક કાર્યવાહી કરવાની સૂચના આપી હતી