જુનાગઢ : શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સે. સરકારી પ્રાથમિક શાળા ભેંસાણ દ્વારા વાર્ષિક ઉત્સવ રીમઝીમ-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી
ઉદય પંડ્યા દ્વારા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ જીન પ્લોટ પે સે. સરકારી પ્રાથમિક શાળા,ભેસાણ દ્વારા વાર્ષિક ઉત્સવ રીમઝીમ-૨૦૨૩ ની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ કાર્યક્રમને સફળ બનાવવા માટે અનેક દાતાઓ મદદરૂપ થયા હતા. અને તેમનુ આ પ્રસંગે સન્માન કરવામાં આવ્યું હતુ. ધોરણ ૧ થી ૮ ના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતુ. આ વર્ષે વિવિધ ક્ષેત્રે પોતાની પ્રતિભા પ્રગટ કરનાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવ્યું હતુ. જેમાં ખાસ કરીને કલા મહાકુંભ ની અંદર ૪૮૦૦૦ જેવી માતબર રકમ જીતનાર વિદ્યાર્થીઓનુ, રાષ્ટ્રીય કક્ષાની એન.એમ.એમ.એસ. પરીક્ષામાં રાજ્ય મેરીટ યાદીમાં સ્થાન પામી ૪૮૦૦૦ શિષ્યવૃતિ મેળવનાર રૂડાણી કુંજ અને કાછડીયા ઋષિલ , તેમજ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા યોજાતી પી.એસ.ઈ.પરીક્ષામાં તાલુકામાં પ્રથમ નંબર પ્રાપ્ત કરેલ હરખાણી કુંજ તેમજ નિવૃત્ત શિક્ષકોનું વિદાય સન્માન પણ કરવામાં આવ્યું હતુ.
આ પ્રસંગે જૂનાગઢથી દાનીરાયજી આચાર્ય ગૃહના આચાર્ય શ્રી પરમ પૂજ્ય ગોસ્વામીશ્રી વ્રજેન્દ્રકુમારજી (રવિ વાબા), તથા ધારાસભ્યશ્રીના પ્રતિનિધિ તરીકે ગોપાલભાઈ ભાયાણી, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન શ્રી મધુબેન વિરેન્દ્રભાઈ સાવલિયા, આઈસીડીએસના ચેરમેન લાભુબેન અનુભાઈ ગુજરાતી, જિલ્લા પંચાયતના શાસક પક્ષના કુમારભાઈ બસીયા, તાલુકા પંચાયત ભેસાણના પ્રમુખશ્રી નિલેશભાઈ સાવલિયા, તાલુકા વિકાસ અધિકારીશ્રી ભાવસાર, તાલુકા શિક્ષણ અધિકારી શ્રી હસમુખભાઈ નિમાવત, તાલુકા પંચાયતના સદસ્ય, એવા રેખાબેન હસમુખભાઈ શીલુ અને સુધાબેન રાજેશભાઈ ભેસાણીયા, અગ્રણી રમેશભાઈ હિરપરા, પ્રવીણભાઈ સોજીત્રા તથા જૂનાગઢ જિલ્લાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ એવા સુરેશભાઈ ખુમાણ, ભેસાણ તાલુકાના રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના અધ્યક્ષ નરેન્દ્ર ભાઈ ભુવા, મંત્રી શ્રી ગૌરાંગભાઈ જેઠવા દિલીપભાઈ ડાંગર, પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષમંડળના મંત્રી ચાવડાભાઈ, સી.આર.સી શ્રી વિવેકભાઈ સાપરિયા, તથા ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય એવા ડાયાભાઈ ગીડા તેમજ પત્રકાર મિત્રોમાં રમેશભાઈ મહેતા કાસમભાઇ સૌથી તરુણભાઈ મેલવાણી વગેરે મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
આ વાર્ષિક ઉત્સવમાં સાત જેટલી કૃતિઓ વિદ્યાર્થીઓ દ્વારા પ્રસ્તુત કરવામાં આવી હતી. આ કાર્યક્રમને નિહાળવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ એસએમસીના સભ્યો તથા કર્મચારી મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના સ્ટાફ મિત્રોએ જહેમત ઉઠાવી હતી.