Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝશહેર

જુનાગઢ : મધુરમ વિસ્તારમાં રોડ પર નડતરરૂપ ઝુપડપટ્ટીઓ દૂર કરાય.

જુનાગઢ : મધુરમ વિસ્તારમાં રોડ પર નડતરરૂપ ઝુપડપટ્ટીઓ દૂર કરાય.

આ ભર ઉનાળે અમે અમારા છોકરા લઈને ક્યાં જઈએ, સરકાર અમારી મદદ કરે : ઝૂંપડપટ્ટી ધારકો

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા

વોટ્સએપ ગ્રૂપમાં:- Click

છેલ્લા ઘણા સમયથી જુનાગઢ મનપા દ્વારા જુનાગઢ શહેરના અલગ અલગ વિસ્તારોમાં નડતરરૂપ અને ગેરકાયદેસર રીતે ઉભા કરાયેલા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ત્યારે થોડા સમય પહેલા જ ભવનાથ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ઊભી કરાયેલી દુકાનો અને રસ્તા પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા, નરસિંહ મહેતા તળાવના નડતરરૂપ દરગાહ ને પણ દૂર કરવામાં આવી હતી. ત્યારે આજે ભર ઉનાળે બપોરે મધુરમ વિસ્તારમાં મેર સમાજ નજીક વર્ષોથી ઝુપડપટ્ટી બાંધી રહેતા અને ભંગાર નો ધંધો કરતા લોકોના ઝૂંપડાઓને મહાનગરપાલિકા દ્વારા પાડી નાખવામાં આવ્યા હતા.

ઝુપડપટ્ટીઓનું ડિમોલેશન કરાતા ત્યાંના રહીશ મહિલાએ જણાવ્યું હતું કે અમે અહીં ઘણા વર્ષોથી રહીએ છીએ અને અત્યારે અમારા ઝુંપડા પાડી નાખ્યા છે તો અમે ક્યાં જઈએ ? હું અત્યારે ગર્ભવતી છું હું ક્યાં રહીશ. હવે અમે ક્યાં જઈશું. અમારા બાળકોને અમે ક્યાં રાખીશું. એક તરફ હમણાં ચોમાસુ આવશે અમે લોકો ક્યાં જઈશું ?

કના બેને જણાવ્યું હતું કે મોટા માણસોના એપાર્ટમેન્ટોને પાડવામાં નથી આવતા. અમારી ઝીણી એવી ઝૂંપડીઓ પાડી નાખી અને અમારા બાળકોને તડકામાં ખાવાના પણ નથી રહ્યા રઝડતાં કર્યા છે . કાતો અમને કોઈ આશરો આપે અને કાં તો સરકાર અમારી મદદ કરે.

ઝુપડપટ્ટી ધારક હમીરભાઇ સોલંકી એ જણાવ્યું હતું કે આજની તારીખમાં અમારી ઝુપડપટ્ટીઓને ડિમોલેશન બધું પાડી નાખવામાં આવ્યું છે તો મોટા મોટા એપાર્ટમેન્ટ વાળાઓને કોઈ કાંઈ કરતું નથી. નાના માણસોને હેરાન કરવામાં આવે છે અમે રોડ પર રહીને અમારું ગુજરાત ચલાવીએ છીએ અને આ તડકાના હવે અમે લોકો ક્યાં જઈએ. નથી તો કોઈ સહાય મળતી કે નથી તો રહેવા માટે જગ્યા મળતી. આ દબાણ દૂર કરવા વાળા સીધા જ આવીને અમારા અમારા ઝુંપડા ઉપર જેસીબી ફેરવી દીધું છે..

આ બાબતે મહાનગરપાલિકાના દબાણ અધિકારી એ જ કે સુંદરવા સાથે વાત કરતા તેમને જણાવ્યું હતું કે આ ઝુપડપટ્ટી ધારકોને બે વાર જગ્યા ખાલી કરવા માટેની મૌખિક જાણ કરવામાં આવી હતી. છતાં પટ્ટી ધારકોએ જગ્યા ખાલી કરી ન હતી. ઝુપડપટ્ટી ધારકો પહેલા પોતાના ઝુંપડાઓ એક પ્રાઇવેટ પ્લોટ માં બાંધ્યા હતા. પરંતુ પ્રાઇવેટ જગ્યાના માલિકે તેમની જગ્યા ફરતે દિવાલ ચણી લેતા ઝુપડપટ્ટી ધારકો રોડની નજીક રહેવા લાગ્યા હતા અને જે રોડને નડતરરૂપ હોય જેને લઇ આજે ઝુપડપટ્ટીનું ડિમોલેશન કરવામાં આવ્યું છે..

Related posts

જામનગર જિલ્લાના ગામ માં અતિવૃષ્ટિના કારણે થયેલ તારાજીની સર્વે કામગીરી પૂરજોશમાં

samaysandeshnews

ક્રાઇમ: સુરતમાં 10 વર્ષીય બાળકીને અશ્લીલ ફોટો બતાવી ગંદા ઇશારા કરનાર વ્યક્તિની ધરપકડ

cradmin

જવાહર નવોદય વિદ્યાલયમાં ધોરણ- ૬માં માટે ઓનલાઈન પ્રવેશ ફોર્મ ભરી શકાશે

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!