Samay Sandesh News
ગુજરાતજુનાગઢટોપ ન્યૂઝશહેર

Sports: જૂનાગઢ વૉકિંગ ક્લબ દ્વારા સેવા પરમો ધર્મના ઉમદા હેતુથી આયોજિત જૂનાગઢ થી દ્વારકા સુધીની સાયકલોથોન ડોકટર,વેપારી અને બિલ્ડરોએ કરી પૂર્ણ

Sports: જૂનાગઢ વૉકિંગ ક્લબ દ્વારા સેવા પરમો ધર્મના ઉમદા હેતુથી આયોજિત જૂનાગઢ થી દ્વારકા સુધીની સાયકલોથોન ડોકટર,વેપારી અને બિલ્ડરોએ કરી પૂર્ણ: માનવ પરમો ધર્મ અને લોકોની સ્વાસ્થ્ય જાગૃતિના સંદેશ સાથે નીકળેલી સાયકલ યાત્રા વિના વિઘ્ને પૂર્ણ થઈ છે. અલગ અલગ શહેરોમાં સાયકલ યાત્રાના

આયોજન તો થતા હોય છે પરંતુ આ સાયકલ યાત્રા નું વિશેષ મહત્વ એ છે કે એક ધાર્મિક સ્થળ થી બીજા ધાર્મિક સ્થળ સુધી પહોંચી રસ્તામાં આવતા જરૂરિયાતમંદ લોકોને મદદરૂપ થવા જૂનાગઢના ડોક્ટર મિત્રો વેપારીઓ અને બિલ્ડરો આ સાયકલ યાત્રામાં જોડાયા હતા..

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

લક્ઝરીયસ લાઈફ સ્ટાઈલ જીવતા આ સભ્યોએ
શિયાળાની ઠંડી ઋતુમાં શરીરને રક્ષણ મળે તેવા હેઠું થી જરૂરિયાતવાળા લોકોને ગરમ ધાબળા તેમજ ખાવા માટે અદડિયાનું વિતરણ કર્યું હતું.. નરસૈયાની નગરી થી લઇ કાળિયા ઠાકરની દ્વારકા સુધી સળંગ રુટ દરમિયાન આ વિતરણ સેવા કાર્ય ચાલુ રખાયું હતું.. વૉકિંગ ક્લબ દ્વારા ગત વર્ષે પણ આ સાયકલ યાત્રાનું આયોજન જૂનાગઢ થી સોમનાથ સુધી કરવામાં આવીયુ હતું.

 

જેમાં 45 જેટલાં લોકોએ ભાગ લીધેલ હતો. સમગ્ર વર્ષ દરમિયાન વૉકિંગ ક્લબ દ્વારા શારીરિક ફિટનેસ, પ્રયાવરણ બચાઓ, શક્ય તેટલું ઓછું પ્રદુષણ વગેરે જેવા મુદ્દાઓ ધ્યાનમા લઇ આ વર્ષે આ યાત્રામાં વધુમાં વધુ લોકો ભાગ લેવા પ્રેરણા લે તેવા પ્રયત્નો થકી આ વર્ષે 100 જેટલાં લોકોએ રેજીસ્ટ્રેશન કરાવ્યું હતું .જેમાં 90 જેટલાં લોકો જોડાયા હતા. 225 કિલોમીટર ની

આ સાયકલ યાત્રા માં પહેલી વાર જોડાનાર જૂનાગઢના દાસારામ બિલ્ડર ના અરવિંદભાઈ દાસાએ પોતાનો આસ્થા સાથેનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે 30 વર્ષ પછી પહેલી વાર મે સાયકલ ચલાવી હતી..પોતે ક્યારે પણ કોઈ પ્રેક્ટિસ કરી ના હતી.અને તેમને શરૂઆત માં એવું લાગ્યું હતું કે તે 2,5 કી મી સાયકલ ચલાવી શકશે.પરંતુ સાચી શ્રદ્ધાએ તેમને આજ દ્વારકા સુધીની સફર પૂર્ણ કરાવી છે .

અરવિંદ દાસા એ વધુમાં જણાવ્યું હતું કે મને ઠાકોરજી ઉપર એટલે કે દ્વારકાધીશ ઉપર વિશ્વાસ હતો ને મારી લાઈફ ની અંદર લાસ્ટ 30 વર્ષ પહેલા સાયકલ ચલાવી હતી. પછી ક્યારે મેં હજી સુધીમાં સાયકલ ચલાવેલી નહોતી પણ મારા ગ્રુપ દ્વારા આયોજિત આ સાયકલ યાત્રામાં મેં પણ ભાગ લીધો અને મને આત્મ વિશ્વાસથી એવું થયું સાયકલિંગ કરી શકે છે તો હું પણ કેમ ના કરી શકું ? આટલા દિવસની અંદર ક્યારે મેં સાયકલિંગ માટે અગાઉ મેં કઈ પ્રેક્ટિસ કરેલી પણ નહોતી લાસ્ટ દિવસ સુધી મેં એવું જ વિચાર્યું હતું જ આ સેવા કાર્યનું મારે પણ એક હિસ્સો બનવું છે. આ સાયકલ યાત્રામાં બિઝનેસમેન બિલ્ડરો હતા ,વેપારી હતા,, સોની હતા ડોક્ટર હતા
પોરબંદર થી પણ દસ ડોક્ટરો તમારી સાથે જોડાયા હતા. મેં બહુ સારી રીતે સાયકલ પૂર્ણ કરેલ અને આ સાથે એક સંદેશો આપવા હું માગું છું કે મિત્રો શરીર સ્વાથ્ય માટે જેટલું કરીએ તેટલું ઓછું છે. સવારે વહેલા ઉઠી યોગા,કરતા કરો,જેનાથી તન માં બંને પ્રફુલ્લિત રહે છે
અને સાચું કહેવાયું છે કે માં હોય તો માળવે જવાય….

Related posts

રણજીત સાગર રોડ લાલપુર બાયપાસ નજીક ગણેશ મંદિર પાસે લાખોટા માં પાણી ઠલવતી કેનાલમાં ગાય ખાબકી

samaysandeshnews

જામનગર દિગ્વીજય પ્લોટ રહેણાક વિસ્તારમા ગેરકાયદેસર રીતે શેરબજારનો ડબો પકડી પાડતી જામનગર – ક્રાઇમ બ્રાન્ચ

samaysandeshnews

જામનગર : જામનગર જિલ્લામાં બાળકોની સુરક્ષા અને કલ્યાણની કામગીરી કરતા વિવિધ વિભાગોનો તાલીમ કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!