દરબારગઢ સર્કલમાંથી આજે સાંજના સમયે એક એસટી બસ પસાર થઈ રહી હતી ત્યારે અહીં ઉભેલા એક અસ્થિર મગજના યુવકે બસ પર પથ્થરમારો શરૂ કરી દીધો હતો. જેના કારણે બસના ડ્રાઈવર કંડકટર અને મુસાફરોના જીવ પડીકે બંધાયા હતા.
જો કે, તમામ સમય સૂચકતા વાપરી બસમાંથી નીચે ઉતરી ગયા હતા. રસ્તા પર અન્ય લોકો દ્વારા અસ્થિર મગજના યુવકને સમજાવવાનો પ્રયાસ કરતા તે ઘટનાસ્થળ પરથી ચાલ્યો ગયો હતો. આ મામલે કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.