Surat: પતંગનાં દોરા વડે ગળા કપાયાં બાદ પોલીસ તંત્ર જાગ્યું: ઉતરાયણનાં તહેવારને લઈને સુરત પોલીસ એક્શન મોડ માં આવી છે અને ઉત્તરાયણ પહેલાં જ પોલીસે રેડ કરી મોટી કાર્યવાહી કરી છે. સુરત પોલીસે ઓનલાઈન ચાઈનીઝ
દોરી વેચતાં ઈસમોને ઝડપી પાડી ફિરકી અને દોરી સહિતનો મુદ્દા માલ કબજે કર્યો છે.સાથે જ ચાર આરોપીઓની ધરપકડ કરી તેમની સામે કાર્યવાહી શરૂ કરી છે.ઉતરાયણનાં તહેવાર દરમિયાન ઉપયોગમાં લેવામાં આવતાં ચાઈનીઝ દોરાને કારણે થતા
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જીવલેણ અકસ્માતો ને પગલે સુરત પોલીસ કમિશનર દ્વારા 17 ડિસેમ્બરથી 15 જાન્યુઆરી સુધી ચાઈનીઝ દોરા અને ચાઈનીઝ ટુક્કલ સહિતની વસ્તુઓનાં ખરીદ,વેચાણ , અને ઉપયોગ ઉપર પ્રતિબંધ ફરવામાં આવ્યો છે. અને જો કોઈપણ વ્યક્તિ આ
Read more:- ઓલપાડની મંદરોઇ પ્રાથમિક શાળા દ્વારા ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટ યોજવામાં આવી…
નિયમોનું પાલન ન કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવાની સૂચનાં પણ આપવામાં આવી છે જે અંતર્ગત સુરત ડીસીબી પોલીસની ટીમ દ્વારા ઝોન 2 પોલીસની ટીમને સાથે રાખી શહેરનાં અલગ અલગ વિસ્તારોમાં રેડ કરવામાં આવી હતી.સુરત પોલીસ દ્વારા ઉતરાયણ પર્વને લઇ કરવામાં આવેલી આ કાર્યવાહીમાં સલાબતપુરા અને ઉધના પોલીસ મથકની ટીમોને એલર્ટ કરવામાં આવી હતી. જ્યાં પોલીસની આ રેડમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ઇસમો પોલીસનાં હાથ ઝડપાયા છે. સલાબદપુરા પોલીસ મથકની હદમાં લિંકન જયરામ અને દિગ્વિજય નામનાં ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ઉધનાં વિસ્તારમાંથી શેખ મોહમ્મદ અને ભરત જશરાજની ધરપકડ કરી ચારે આરોપીઓની પૂછપરછ કરતાં આ માલ તેઓ રાજસ્થાન અને વરાછા વિસ્તારમાંથી લાવ્યા હોવાની કબુલાત કરી છે.ઉધના પોલીસ સ્ટેની હ્દમાંથી પકડાયેલા ઇસમો પાસેથી 30 ફીરકી ,સાલબતપૂરા પો સ્ટેની હ્દમાંથી 23 ફીરકી અને સરથાણા ખાતે 10 ચાઈનીઝ ફીરકી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવી છે.પોલીસ દ્વારા હાલ આ અલગ અલગ ત્રણ ગુનાં નોંધવામાં આવ્યાં છે.અને આગળની તપાસ શરૂ કરી છે.