સુરત: સુરત હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ લીધી: સુરતમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરી હતી અને દર્દીઓ સાથે મુલાકાત કરી હતી,

વિઝીટ દરમ્યાન તેઓના ધ્યાને આવેલા મુદાઓને લઈને તેઓએ સૂચનો પણ કર્યા હતા.સુરત મહાનગર પાલિકાની અઢી વર્ષની ટર્મ પૂર્ણ થતા વિવિધ સમિતિઓના અધ્યક્ષ ઉપાધ્યક્ષની વરણી કરવામાં આવી હતી જેમાં હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ તરીકે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
મનીષા બેન આહીરની નિયુક્તિ કરવામાં આવી છે, હોસ્પિટલ સમિતિના ચેરમેન બન્યા બાદ તેઓ આજે એક્શન મોડમાં આવી ગયા હતા, સુરતના સહારા દરવાજા ખાતે આવેલી સ્મીમેર હોસ્પિટલની તેઓએ આજે સરપ્રાઈઝ વિઝીટ કરી હતી.હોસ્પિટલ સમિતિ અધ્યક્ષ મનીષા બેન આહિરે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ દરમ્યાન દર્દીઓ રૂબરૂ મળી ચર્ચાઓ કરી હતી
સાથે દર્દીઓના અલગ અલગ વોર્ડ આ ઉપરાંત ટોયલેટ બાથરૂમ સાફ છે કે કેમ તે તમામ બાબતોને લઈને જાતે તપાસ કરી હતી દરમ્યાન ટોયલેટમાં ગંદકીને લઈને તેઓએ ઉધડો પણ લીધો હતો, અને બાદમાં સ્મીમેરના અધિકારીઓ સાથે બેઠક કરી સૂચનો પણ કર્યા હતા.આ અંગે મનીષાબેન આહિરે જણાવ્યું હતું કે હોસ્પિટલ સમિતિના ચેરમેન બન્યા બાદ આજે સ્મીમેર હોસ્પિટલની સરપ્રાઈઝ વિઝીટ કરવામાં આવી હતી, ઘણા એવા પ્રશ્નો છે કે જે મારા ધ્યાને આવ્યા છે અને તેના પર કામ થાય તે માટે સૂચનો પણ કર્યા છે, મારો મુખ્ય આગ્રહ સ્વચ્છતા પર રહેશે.હોસ્પિટલમાં ટોયલેટ બાથરૂમથી લઈને વોર્ડ રૂમ સુધીની સફાઈ અંગે
સુચનાઓ આપી છે, આ ઉપરાંત હોસ્પિટલ હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેઓના સગા સબંધીઓને સ્વચ્છ પીવાનું પાણી મળી રહે તે માટે મારો વિશેષ ભાર રહેશે, હોસ્પિટલની પ્રાથમિક જે જરૂરિયાત છે તે દર્દીઓને મળી રહે તે અંગેના મારા પ્રયાસો રહેશે તેમ તેઓએ ઉમેર્યું હતું.