Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Surat: સુરત માં રેલ્વે સ્ટેશનનાં ભીડભાડવાળા રૂટ પર અતિક્રમણ હટાવવાં મહાનગરપાલિકા પહેલ કરી

Surat: સુરત માં રેલ્વે સ્ટેશનનાં ભીડભાડવાળા રૂટ પર અતિક્રમણ હટાવવાં મહાનગરપાલિકા પહેલ કરી: સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં સતત ટ્રાફિક રહે છે. અહીં પાર્કિંગનાં બહાને ઓટો રિક્ષા અને અન્ય વાહનો દ્વારા રોડ પર

અતિક્રમણના કારણે ટ્રાફિકને અસર થાય છે. પરિણામે, ઘણી વખત મુસાફરો તેમની ટ્રેન ગુમ થયાની ફરિયાદો પણ પ્રાપ્ત થાય છે. વ્યાપક ફરિયાદો પછી, મેયર હેમાલી બોઘાવાલાએ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી અને રેલ્વે, પોલીસ અને મ્યુનિસિપલ

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કોર્પોરેશનને સમસ્યાના ઉકેલ માટે સાથે મળીને આયોજન કરવા નિર્દેશ આપ્યો.મેયર હેમાલી બોઘાવાલાએ જણાવ્યું હતું કે, રેલવે સ્ટેશન વિસ્તારમાં સ્ટેશન ડેવલપમેન્ટના કામના કારણે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે. ઓટો રિક્ષાના આડેધડ પાર્કિંગને કારણે

Read more:-  રાધનપુર-સાંતલપુર ની નર્મદા કેનાલો માં સાફ-સફાઈ તેમજ રીપેરીંગ કામમાં ભ્રસ્ટાચાર ની ઉઠી બુમરાડ

સર્જાતી સમસ્યા અંગે ફરિયાદ કર્યા બાદ મેયર હેમાલી બોઘાવાલાએ મંગળવારે સુરત મહાનગરપાલિકા, રેલવે વિભાગ અને પોલીસ વિભાગના અધિકારીઓ સાથે વિસ્તારની મુલાકાત લીધી હતી.આ વિસ્તારની સમસ્યાનાં નિરાકરણ માટે 30 જેટલાં ટ્રાફિક પોલીસ કર્મચારીઓને કામગીરી સોંપવામાં આવી છે. આજુબાજુનાં દુકાનદારો, શેરી વિક્રેતાઓ, ભિખારીઓ અને અહી ઉભેલા રીક્ષાઓનાં અતિક્રમણને કારણે આ સમસ્યા ઉભી થઇ રહી છે. રોડ પરના અતિક્રમણ દૂર કરવાં માટે મહાનગરપાલિકા ટીમને કામગીરી કરાવશે. રેલવે સ્ટેશનનાં એન્ટ્રી અને એક્ઝિટ બંને ગેટ પરથી મુસાફરોની અવરજવરને કારણે ટ્રાફિકની સમસ્યાં વધશે તો રેલવે વિભાગ તેનું નિયમન કરશે. આ ત્રણેય ટીમોએ રોજિંદી કામગીરીનો રિપોર્ટ સબમિટ કરવાનો રહેશે.

 

Related posts

રાજકોટ : કેન્દ્ર સરકારની ‘‘ એક ભારત શ્રેષ્ઠ ભારત‘‘ યોજના

cradmin

જૂનાગઢના કેશોદ ખાતે ભાજપ લઘુમતી મોરચા મંડળની બેઠક યોજાઈ

samaysandeshnews

જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું

cradmin

Leave a Comment

error: Content is protected !!