Samay Sandesh News
અન્યગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

Surat: સુરતમાં 80 કિલોમીટરનો સાઇકલ ટ્રેક દબાણમુકત રાખવાં પાલિકાનું આયોજન

Surat: સુરતમાં 80 કિલોમીટરનો સાઇકલ ટ્રેક દબાણમુકત રાખવાં પાલિકાનું આયોજન: સુરતને સાઇકલ અને વોકીગ ફ્રેન્ડલી શહેર બનાવવાં માટે પાલિકાએ 80 કિલોમીટર લંબાઇમાં સાઇકલ ટ્રેક તૈયાર કર્યો છે.સાઇકલ ટ્રેક પર ગેરકાયદે પાર્કિગ અને દબાણની ફરિયાદને પગલે 80 કિલોમીટરનો સાઇકલ ટ્રેક દબાણ મુકત બનાવવાં આયોજન કર્યુ છે.

આગામી સમયમાં ટ્રાફિક પોલીસ,સંબંધીત ઝોન તથા શહેરીજનોની મદદથી સવારનાં સમયમાં સાઇકલ ટ્રેક દબાણ મુકત રહે તે માટે કામગીરી કરવામાં આવશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

સ્માર્ટ સીટી મિશન અંતર્ગત દેશનાં શહેરોમાં નોન મોટરાઇઝ વાહનોને પ્રોત્સાહન આપવાં તથાં શહેરોને સાઇકલ ફ્રેન્ડલી બનાવવા માટે ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ તેમજ શહેરોમાં પર્યાવરણની જાળવણી તથા વોકીગ ફ્રેન્ડલી સ્ટ્રીટ બનાવવાં માટે સ્ટ્રીટ ફોર પીપલ ચેલેન્જનું આયોજન કરવામાં આવ્યુ છે. આ બે સ્પર્ધામાં ભાગ લેનાર તમામ શહેરો માટે ચંદીગઢ ખાતે હેલ્ધી

Read more:- ભાવનગરના ખેડૂતવાસ મા પિતા પુત્ર પર હથિયાર વડે હુમલો

સ્ટ્રીટ કેપેસીટી ડેવલપમેન્ટ વિષય પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યુ હતુ. બે દિવસીય વર્કશોપમાં ઇન્ડિયા સાઇકલ ફોર ચેન્જ અને સ્ટ્રીટ ફોર પીપલમાં ભાગ લેનાર સ્માર્ટ સીટીનાં સીઇઓને બોલાવવામાં આવ્યાં હતાં. આ વર્કશોપમાં વોકીગ એન્ડ સાઇકલીગ માટે શહેરમાં તૈયાર કરવામાં આવેલાં નેટવર્ક, પ્રોજકેટનાં અમલીકરણ, અસરકાર મોનીટરીગ, પાર્કિગ મેનેજમેન્ટ સહિતનાં મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. રાષ્ટ્રીય સ્તરનાં વર્કશોપમાં સુરત સ્માર્ટ સીટીના સીઇઓ તથા ડેપ્યુટી મ્યુ કમિશનર સ્વાતી દેસાઇએ જણાવ્યુ હતું કે સુરતને સાઇકલ ફ્રેન્ડલી અને વોકીગ ફ્રેન્ડસી સીટી બનાવવાં માટે વિવિધ કામગીરી ચાલી રહી છે. સુરતમાં 80 કિલોમીટર લંબાઇના ડેડેકેડેટ સાઇકલ ટ્રેકનો સાઇકલીસ્ટો દ્રારા મહત્તમ ઉપયોગ થાય તે માટે વિવિધ આયોજન કરવામાં આવ્યા છે. હેલ્ધી સ્ટ્રીટ પોલીસીઅપનાવવામાં આવી છે. વોકીગ અને સાઇકલીગ ઇન્ફ્રાસ્ટ્રકચરને વિકસાવવુ, દર મહિને સાઇકલ ઇવેન્ટ, સૌથી વધુ વ્યસ્ત સાઇકલીગ રુટને ઓળખી તેને વિકસાવવાની કામગીરી, સાઇકલીગ અવેરનેસ કેમ્પેઇન, સાઇકલ ટ્રેકને ઝીરો એન્કોચમેન્ટ રુટ જાહેર કરવાં તથા સવારનાં સમયમાં સાઇકલીગ રુટ પર દબાણ નહી થાય તે માટે કડકાઇથી અમલ સહિતની દિશામાં કામગીરી ચાલી રહી છે.

Related posts

Election: સુપ્રિમ કોર્ટના આદેશ મુજબ ચૂંટણી અંગેની જાહેરાતો ટી.વી. ચેનલો તથા ખાનગી ચેનલોમાં પ્રસારીત કરવા પર નિયમન કરવા અંગે જાહેરનામુ બહાર પડાયુ

samaysandeshnews

જેતપુરનાં નવી સાંકળીમાં પક્ષીઘર (ચબુતરો) યુનિવર્સલ અમેજીંગ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન અપાયું.

samaysandeshnews

ટેકનોલોજી: PM મોદી આજે 11 રાજ્યોમાં 9 વંદે ભારત ટ્રેનોને લીલી ઝંડી આપશે

cradmin

Leave a Comment

error: Content is protected !!