રાજકોટ : કુવાડવા પોલીસ સ્ટેશનમાં આરોપીનું શંકાસ્પદ મોત: જયંતીભાઈ નામના જે આરોપી છે જુગારના કેસમાં પકડ્યા હતા રાત્રે 2:00 વાગે મોત થયું છે
રાજકોટના કુવાડવા રોડ પોલીસ સ્ટેશનમાં જુગારના કેસમાં પકડાયેલા એક વ્યક્તિનું મોત થયુ હોવાના સમાચાર મળી રહ્યા છે. ગત મોડી રાત્રે ઇન્વેસ્ટીગેશન રૂમમાં બેભાન થયા બાદ સિવીલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા,જ્યાં તબીબે આ વ્યક્તિને મૃત જાહેર કર્યા હતા. હાલ પરિવારજનોએ પોલીસ પર ગંભીર આક્ષેપો લગાવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આપને જણાવી દઈએ કે,પરિવારજનોએ તટસ્થ તપાસની માગ કરી છે. તો સાથે જ જ્યાં સુધી યોગ્ય તપાસ નહિ થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પણ ઈનકાર કર્યો છે. હાલ પોલીસે ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવાની કામગીરી શરૂ કરી છે. પ્રાથમિક દ્રષ્ટિએ હાર્ટ એટેકના કારણે મોત થયુ હોવાની સંભાવના છે.
આ પહેલા ખેડા જિલ્લાના મુખ્ય મથક નડિયાદમા આવેલ જિલ્લા જેલ ખાતે એક કાચા કામના કેદીનું આકસ્મિક મોત થયું હતુ. આ કેદીને સારવાર અર્થે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતાં ટૂંકી સારવાર દરમિયાન મોત નિપજ્યું હતુ. જેલના અધિકારીઓએ જણાવ્યુ હતુ કે, તુરંત આ કેદીને વાહન મારફતે નડિયાદની સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેણે દમ તોડી દીધો હતો.