ગુજરાતમાં આરોગ્ય સેવાઓને નવો આયામ આપતું આરોગ્ય સમીક્ષા કેન્દ્ર: મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ
ગાંધીનગર, રાજ્યના નાગરિકોને વધુ સઘન, સુદૃઢ અને તત્કાલ આરોગ્યલક્ષી સેવાઓ મળી રહે તે હેતુથી ગુજરાત સરકાર દ્વારા આરોગ્ય સેવાઓના સંકલિત મોનિટરિંગ માટે વિશિષ્ટ પ્રયાસ તરીકે આરોગ્ય સમીક્ષા કેન્દ્રની સ્થાપના કરાઈ છે. ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે તેમજ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ આધુનિક આરોગ્ય સમીક્ષા કેન્દ્રનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું….