Samay Sandesh News
અન્યગુજરાતટેકનોલોજીશહેરસુરત

Technology: સુરતનાં 50 જ્વેલર્સે દિવસ રાત મહેનત કરી, સોનું-ચાંદી અને ડાયમંડમાંથી તૈયાર કર્યું નવું સંસદ ભવન

Technology: સુરતનાં 50 જ્વેલર્સે દિવસ રાત મહેનત કરી, સોનું-ચાંદી અને ડાયમંડમાંથી તૈયાર કર્યું નવું સંસદ ભવન: શહેરનાં સરસાણાં સ્થિત સુરત ઈન્ટરનેશનલ એક્ઝિબિશન સેન્ટર માં તા. 16 થી 19 ડિસેમ્બર દરમિયાન આયોજન કરાયું છે. ત્યારે આએક્ઝિબિશનમાં નવા સંસદ ની 15 કિલો ગોલ્ડ, ચાંદી અને ડાયમંડની પ્રતિકૃતિ

આકર્ષણનું કેન્દ્ર બની છે. સુરતના 50 જેટલાં જ્વેલર્સનો ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ નામની આ પ્રતિકૃતિના નિર્માણમાં ફાળો છે.સુરત જ્વેલેરી મેનુફેકચરર્સ એસોસિયેશન દ્વારા ‘ટેમ્પલ ઓફ ડેમોક્રેસી’ની થીમ હેઠળ આયોજિત બી ટુ બી જ્વેલેરી પ્રદર્શનમાં દિલ્હીમાં સાકાર થનાર નવાં સંસદ ભવનનું સોના-ચાંદી અને મૂલ્યવાન પથ્થરોથી બનેલું મોડેલ- ‘લોકશાહીનું મંદિર’ આકર્ષણનું કેન્દ્ર બન્યું

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

છે. એક્ઝિબિશનમાં 250 જેટલા રિટેલર્સ, એક્ઝિબીટર્સ ભાગ લઈ રહ્યા છે.આ પ્રદર્શનમાં આ વર્ષે પેપરલેસ રજિસ્ટ્રેશન, ન્યુનતમ પ્લાસ્ટિકનો ઉપયોગ, ઓછો વીજ વપરાશ, પેકેજ્ડ ફૂડનો વપરાશ ન કરવો, પ્લાસ્ટિક પાણીની બોટલની જગ્યાએ પાણીના કાર્ડનેટર, હરિયાળીમાં વધારો, દરેક મુલાકાતીઓને એક છોડની ભેટ ઉપરાંત પર્યાવરણની સુરક્ષા માટે પ્રદર્શન કેન્દ્રમાં એર

Read more:-  જીટીપીએલ કંપનીનું ₹ 3 લાખની કિંમતનું ઓપ્ટિકલ લાઈન ટર્મિનલ ચોરાયું

કન્ડીશનરનું તાપમાન ૨૪ થી ૨૫ ડિગ્રી પર રાખવામાં આવ્યું છે.આ પ્રસંગે મંત્રી પ્રફુલ પાનશેરિયાએ જણાવ્યું હતું કે, ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગનાં વેલ્યુ એડિશનમાં ટેકનોલોજી અને મશીનો ઉપરાંત તમામ રત્નકલાકારોનું પણ મહત્વનું યોગદાન રહ્યું છે. લોકોએ માત્ર પુસ્તકો, વાર્તાઓમાં જ વાંચેલા કે સાંભળેલાં હીરા અને દાગીનાઓનું એક નવું સ્વરૂપ અહી ‘રૂટ્સ પ્રદર્શની’માં

નિહાળવા મળશે. વધુમાં તેમણે કહ્યું કે, કમિટમેન્ટ, મહેનત અને વિશ્વાસ જ સુરતીઓનાં વિકાસનાં મૂળભૂત માપદંડો છે. સુરત વૈશ્વિક સ્તરે ડાયમંડ અને જ્વેલરી ઉદ્યોગમાં ચમકે એવાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં સપનાને સર કરવાની દિશામાં ‘રૂટ્સ જેમ્સ & જ્વેલેરી મેનુફેકચરર્સ શો’ પૂર્ણ યોગદાન આપશે એવો તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.સુરત જ્વેલરી મેનુફેકચરર્સ એસોસિયેશન નાં પ્રમુખ જયંતિ સાવલીયાએ કહ્યું કે આ પ્રદર્શનનો મુખ્ય હેતુ સુરતને એક ટ્રેન્ડસેટર તરીકે ઓળખ અપાવવાનો છે. અહીં ઉત્પાદકો અને રત્નકલાકારો દ્વારા તૈયાર ડાયમંડ જ્વેલરીના અનેક રત્નો અને મુલ્યવાન અલંકારો તેમજ પ્રતિકૃતિઓ જોવા મળશે. આ વર્ષે ૧૦૦ થી વધુ જ્વેલરી ઉત્પાદકો દ્વારા નવાં ટીઓડી કલેક્શન બહાર પડાશે, જેને વિદેશોનાં ટ્રેન્ડસેટર્સ પણ અનુસરશે એમ જણાવી તેમણે આ પ્રદર્શનમાં ચાર દિવસમાં દેશ-વિદેશથી ૮૦૦૦ થી વધુ લોકો મુલાકાત લેશે એવી શક્યતા છે એમ જણાવ્યું હતું.

Related posts

ટેકનોલોજી: Google હવે તમને પ્લે સ્ટોર પર વાંધાજનક AI-જનરેટેડ સામગ્રીની જાણ કરવા દેશે

cradmin

હળવદમા મોરબી એલસીબી પોલીસ પર ટોળાએ હુમલો કર્યો

samaysandeshnews

જૂનાગઢ જિલ્લાના ગામડાઓને જુનાગઢ જિલ્લા પંચાયતે 300 વીસીઈ ને બાયોમેટ્રીક ડીવાઈઝ આપ્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!