Samay Sandesh News
ગુજરાતટેકનોલોજીટોપ ન્યૂઝશહેરસુરત

Tecnology: સુરતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સ્માર્ટ બનાવવાનો પ્રયાસ

Tecnology: સુરતમાં સરકારી શાળાના વિદ્યાર્થીઓ-શિક્ષકો સ્માર્ટ બનાવવાનો પ્રયાસ: સુરતમાં ખાનગી સ્કૂલોની જેમ સરકારી સ્કૂલમાં શિક્ષણનું સ્તર સુધારવા સાથે શિક્ષકો અને વિદ્યાર્થીઓને સ્માર્ટ બનાવવા પાલિકા પ્રયાસ કરી રહી છે.

આ પ્રયાસના ભાગ રૂપે ખાનગી સ્કૂલમાં જેમ ઈન્ટર એક્ટિવ (સ્માર્ટ બોર્ડ) પર શિક્ષણ અપાય છે તેમ સમિતિ અને સુમન સ્કુલમાં પણ આ બોર્ડ દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે. આ માટે શિક્ષકોને ખાસ તાલીમ આપવામાં આવી છે. આ બોર્ડના કારણે

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

વિદ્યાર્થીઓના શિક્ષણમાં રૂચી વધવા સાથે શિક્ષકો ઓછી મહેનતે વધુ સારૂં શિક્ષણ આપી રહ્યાં છે.સુરત પાલિકા સંચાલિત શિક્ષણ સમિતિ અને સુમન સ્કૂલમાં હવે બ્લેક અને બ્લુ બોર્ડ ભૂતકાળ થવા જઈ રહ્યાં છે. પાલિકા દ્વારા ઈન્ટરનેટનો ઉપયોગ

Read more:-  કામરેજનાં ધોરણ પારડી પાસે ટ્રક ચાલકને ચપ્પુ બતાવી લૂંટનાર બે આરોપીઓ પકડાયાં

કરીને ઓડિયો વિઝ્યુઅલ માધ્યમથી શિક્ષણ આપીને સ્તર સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. જેના પગલે શિક્ષણ સમિતિની 50 સ્કુલમાં 100 બોર્ડ અને સુમન સ્કૂલમાં 104 સ્માર્ટ બોર્ડ મુકવામાં આવ્યા છે. સમિતિની શાળામાં કેટલાક વિષય પ્રોજેક્ટરની સ્ક્રીન પર કલર ફુલ માહિતી સાથે વિદ્યાર્થીઓને બતાવી શિક્ષણ અપાઈ રહ્યું છે. જેના કારણે દરેક સ્કૂલમાં બે સ્માર્ટ બોર્ડ આપવામા આવ્યા છે. અને આગામી દિવસમાં આ બોર્ડની સંખ્યામા વધારો કરવામા આવશે.વિવિધ પ્રયોગ, દાખલા અને વાર્તાનું ઓડિયો વિડિયોથી વિદ્યાર્થીઓને ભણાવવામાં આવે છે. આ પ્રકારની પદ્ધતિથી વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો આવતો નથી અને રસ પૂર્વક માહિતી નિહાળી રહ્યા હોવાથી શિક્ષણ જલ્દી પણ ગ્રહણ કરી રહ્યાં છે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં કંટાળો ઓછા થઈ રહ્યો હોવાથી શિક્ષણનું સ્તર વધુ સુધરે તેવો દાવો કરવામા આવી રહ્યો છે. આ બોર્ડને ઈન્ટરનેટ સાથે જોડી દેવામાં આવ્યું હોવાથી આધુનિક માહિતી વિદ્યાર્થીઓને મળી રહે છે અને વિદ્યાર્થીઓ ઝડપથી શીખી પણ રહ્યાં છે.

Related posts

ગોડલ તાલુકાના સુલતાનપુર ગામમાંથી જુગારધામ ઝડપાયું

samaysandeshnews

પાટણ જીલ્લા સહિત શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ

samaysandeshnews

અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ(ABPSS)ના રાષ્ટ્રીય અધ્યક્ષ જિજ્ઞેશ કાલાવડિયાને પ્રતિષ્ઠિત એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યાં

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!