સાબરકાંઠા : ખેડબ્રહ્મા શહેરમાં અચાનક વાતાવરણ માં આયો પલટો : વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદી માહોલ
ખેડબ્રહ્મા શહેર અને તાલુકામાં વાવાઝોડા અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ચાલુ થયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
ખેડબ્રહ્મા પંથકમાં ગાજવીજ અને વંટોળ સાથે વરસાદ પડ્યો હવામાન વિભાગની આગાહી વચ્ચે મંગળવાર ની બપોરના સમયે ભારે પવન અને આંધી સાથે ઠેર ઠેર વરસાદ વરસ્યો હતો ભર ઉનાળે મેઘરાજાની આ સવારી રાહતને બદલે આફત પણ સર્જી હતી અને કવેડાના આ વરસાદને લઈ બાગાયતી પાકો શાકભાજી દેશી કેરી અને બાજરી સહિત પાકોને નુકસાન પહોંચ્યું હતું
જોકે ઉનાળાના પારંભ થી છેલ્લા બે માસનો કમોસમી વરસાદના પગલે આ કુદરતી પ્રકોપથી ખેડૂતો અને પ્રજાજનો માં ચિંતા ઉપજી રહી છે
આ વર્ષના ચોમાસાની લઈ હવામાન વિભાગની મોડી જાણીતા ખગોળશાસ્ત્રી ઓ દ્વારા જુદી જુદી આગાહીઓ કરાઈ રહી છે આ વર્ષે સામાન્ય વરસાદની આગાહી વચ્ચે વંટોળ ચક્રવાત નું જોર વિશેષ રહેશે એમ મનાઈ રહ્યું છે ત્યારે આ વર્ષના ઉનાળાના પારંભ થી જ મોસમ ના બદલાયેલા મિજાજનો પરચો મળી રહ્યો હોય એ છેલ્લા બે માસમાં ખેડબ્રહ્મા તાલુકામાં કમોસમી વરસાદનો પોચ રાઉન્ડ થી ખેડૂતોની હાલત કફોડી બની છે ખેડૂતોમાં ચિંતા ના વાદળો છવાયા છે અને ખેતીમાં વ્યાપક નુકસાન થવા પામ્યું છે