Samay Sandesh News
ગીર સોમનાથગુજરાતટોપ ન્યૂઝશહેર

ગીર સોમનાથ : ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગ્રામ પંચાયત દ્વારા નિયમોના ઉલાળીયા કરી ખોટી સહીઓ કરનારા સામે પગલા લેવા જીલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી.

ગીર સોમનાથ : ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગ્રામ પંચાયત દ્વારા નિયમોના ઉલાળીયા કરી ખોટી સહીઓ કરનારા સામે પગલા લેવા જીલ્લા વિકાસ અધિકારી ને રજુઆત કરવામાં આવી.: દ્રોણ ગ્રામ પંચાયત સામે કાર્ય વાહી નહિ થાય તો ઉપવાસ આંદોલન ની ચીમકી.

ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગ્રામ પંચાયત ના ચૂંટાયેલા સભ્યો દ્વારા જિલ્લા વિકાસ અધિકારીને રજૂઆત કરવામાં આવી જેમાં દ્રોણ ગ્રામ પંચાયત ગત ડિસેમ્બર 2022 માં અસ્તિત્વમાં આવી ત્યારબાદ પ્રથમ બેઠક કે ઉપસરપંચની ચૂંટણીની પ્રથમ બેઠકનો એજન્ડા સભ્યો બનાવવાં માં આવેલ અને ત્યારબાદ આજ દિન સુધી દ્રોણ ગ્રામ પંચાયત દ્વારા એક પણ બેઠક બોલાવવામાં આવી નથી. સભ્યશ્રીને બેઠક અંગે કોઈ જાણ કરતો એજન્ડા પત્રક બનાંવવામાં આવેલ નથી. પ્રથમ બેઠક બાદ એક પણ બેઠકમાં રજૂઆત કરનાર સભ્યો દ્વારા કોઈ હાજરી કે સહી કરેલ નથી તેમ જ દ્રોણ ગ્રામ પંચાયતના ચૂંટાયેલ સરપંચ જયાબેન ભીમભાઇ મકવાણા નું આશરે પાંચેક માસ પહેલા અવસાન થયેલ છે અને ગુજરાત પંચાયત અધિનિયમ ની જોગવાઈ મુજબ ઉપસરપંચ પાસે સરપંચનો ચાર્જ હોય ઇન્ચાર્જ સરપંચ અને તલાટી મંત્રી મળીને છેલ્લા બે થી ત્રણ માસમાં 20 થી 25 લાખ રૂપિયાનો વિકાસનાં કામો રેકોર્ડ ઉપર કરી હલકી ગુણવત્તાના કામો કરી મોટો ભ્રષ્ટાચાર કરેલ છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ બાબતે તપાસ કરવા ગ્રામ પંચાયતના 5 સભ્યો દ્વારા તપાસ કરવા માગણી કરાય છે તેમજ બહુમત સભ્યો પાસેથી કોઈ સંમતિ લેવામાં આવી નથી તેમ જ સંમતિ વગર ક્યાં નિયમથી ઠરાવો મંજૂર કરવામાં આવે અને કામગીરી કરવામાં આવે એ ગ્રામ પંચાયતના સભ્યોને સમજાતી નથી તેમ જ સરપંચના અવસાન થયા બાદ આ પંચાયતના આર્થિક વહીવટ માટે બેન્ક એકાઉન્ટ સહીના નમુના ફેરવવા તેમજ વિકાસના કામોની મંજૂરી તથા ઠરાવો સભ્યોની સંમતિને જાણ વગર કેવી રીતે કરી તે પણ એક પ્રશ્નાર્થ છે? ગ્રામ પંચાયત ના સભ્યો ની ખોટી સહીઓ કોણે કરી?આ બાબતે તપાસ કરી આ ભ્રષ્ટાચારી તલાટી અને ઇન્ચાર્જ સરપંચ વહીવટી તત્કાલિક પગલાં ભરવામાં આવે તેવી દ્રોણ ગ્રામ પંચાયતના પાંચ સભ્ય દ્વારા માગણી કરવામાં આવી છે તેમજ દિવસ 15માં કોઈપણ જાતના પગલાં ભરવામાં નહીં આવે અને રાજકીય દબાણ હેઠળ કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો 27 2 2022 થી સોમવારથી દ્રોણ ગ્રામ પંચાયતના પાંચે સભ્ય દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ગીર સોમનાથ ની કચેરીએ ગાંધીજીના માર્ગે ઉપવાસ આંદોલન કરવાની ફરજ પડશે તેવી દ્રોણ ગ્રામ પંચાયતના પાંચ સભ્યો દ્વારા રજૂઆત કરવામાં આવી હવે જોવાનું રહ્યું રાજકીય દબાણ હેઠળ તપાસ કરવામાં આવે છે કે પછી ભીનું સંન્કેલવામાં આવે છે તે જોવાનું રહેશે.

Related posts

રાજકોટ જિલ્લાના ધોરાજી શહેર ભારતીય જનતા પાર્ટી ખાતે namo એપ માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

samaysandeshnews

વિવેકાનંદ સાયન્સ એકેડમીમાં વીર સપુતોને પુષ્પાંજલિ અર્પણ કરી

samaysandeshnews

દેશ-વિદેશ: ભારત પછી, અન્ય ત્રણ દેશોએ ચીનના ‘પાયાવિહોણા’ નવા નકશાને નકારી કાઢ્યો:

cradmin

Leave a Comment

error: Content is protected !!