ક્રાઇમ: યુવતીના પરિવારે પ્રેમીને ઉતાર્યો મોતને ઘાટ: ભડ ગામના પરણીત યુવાનને પ્રેમિકાના પરિવારજનો એ ઢીક્કા પાટું નો મુંઢ માર મારતાં યુવાનનું સારવાર દરમિયાન મોત…
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
કુતિયાણા તાલુકાના ભોડ ગામે રહેતા નિલેશ વિનોદભાઈ ગોરડ નામના યુવાનને તેના જ ગામની એક યુવતી સાથે પ્રેમ સંબંધ
બંધાયો હતો..જોકે નિલેશ ગોરડના લગ્ન અગાઉ થઈ ચૂક્યા હતા અને તેને ત્રણ વર્ષની એક પુત્રી પણ છે તેમ છતાં પોતાના જ
ગામની યુવતી સાથે પ્રેમ સંબંધ વધાતા અવારનવાર બંને મળતા હતા અને તેની જાણ યુવતીના પરિવારજનોને થઈ હતી જેથી
યુવતીના પરિવારજનોએ યુવતીને માણાવદર તાલુકાના સાળંગ પીપળી ગામે રહેતા સગાને ત્યાં મોકલી દીધી હતી અને આ
યુવાનને સબક શીખવાડવા માટે યુવતીના પરિવારજનોએ કાવતરું રચ્યું હતું.
માણાવદર તાલુકાના સારંગ પીપળી ગામે રહેતા પ્રવીણપરી ગોસ્વામી ના ઘરે છેલ્લા પાંચેક માસથી આ યુવતી રહેતી હતી તે
દરમિયાન યુવતીએ પોતાના પ્રેમી નિલેશ ગોરડને યુવતીએ સારંગ પીપળી ગામે મળવા બોલાવ્યો હતો અને મળવા બોલાવ્યા
બાદ નિલેશ ને ગોડાઉનમાં બંધ કરી ગોંધી રાખ્યો હતો અને આ યુવાનને લાકડી ધોકા અને પાઇપ પડે બેફામ ઢોર માર મારવામાં
આવ્યો હતો. વધુ માર મારવાને કારણે નિલેશને ગંભીર ઇજાઓ પહોંચી હતી અને વહેલી સવારે નિલેશને તેને છોડી મૂકવામાં
આવ્યો હતો અને પરિવાર જનો દ્વારા યુવતી સાથે કોઈ સંબંધ ન રાખવા ધમકી આપી હતી અને નિલેશ ત્યાંથી નીકળી અને રસ્તા
ઉપર બાઈક ઉપર જતો હતો ત્યાં પડી ગયો હતો ત્યારે યુવાનને 108 મારફત સારવાર માટે માણાવદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતું. જ્યાં તેની સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.
ડીવાયએસપી બીસી ઠક્કકરે જણાવ્યું હતું કે મૃતક ના ભાઈ જીતેન્દ્રભાઈ વિનોદભાઈ ગોરડે પોતાના ભાઈને સારંગ પીપળી ગામે
યુવતીના સગાએ નિલેશ ગોરડ ને મૂઢમાર મારતા અને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું જેને લઇ માણાવદર
પોલીસ સ્ટેશનમાં સાળંગ પીપરી ગામે રહેતા ભૂમિકા ગોસ્વામી સહિત પાંચ , ગોસ્વામી પરિવારના સભ્યો વિરુદ્ધ નોંધાવી ફરિયાદ
હાલ તો માણાવદર પોલીસે એક મહિલા સહિત પાંચ શખ્સોની ધરપકડ કરી છે.ભૂમિકાબેન પ્રફુલપરી ગૌસ્વામી,દિવ્યેશપરી
પ્રફુલપરી ગૌસ્વામી,પ્રફુલપરી કરશનપરી ગૌસ્વામી,ભાવેશપરી પ્રવિણપરી ગૌસ્વામી,કલ્પેશપરી પ્રવિણપરી ગૌસ્વામી સામે
હત્યાનો ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
1 comment
[…] […]