જામનગર : જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વીર સાવરકર ભવન આવાસ યોજના બેડેશ્વર ખાતે આવાસનું લોકાર્પણ તથા ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો
ગાંધીનગર મુકામે તા. 12/5/ 2023 ના રોજ ગુજરાત રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર ભાઈ મોદી સાહેબ ની ઉપસ્થિતિ મા પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી તથા ગ્રામ્ય ના કાર્યક્રમ નું જીવંત પ્રસારણ સમગ્ર ગુજરાત રાજ્યમાં થવાનું હોય, જેના ભાગરૂપે આજરોજ જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ વીર સાવરકર ભવન આવાસ યોજના બેડેશ્વર ખાતે આવાસનું લોકાર્પણ તથા ગૃહ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા
વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર મહાનગરપાલિકા દ્વારા યોજાયેલા “વીરસાકવર ભવન” ખાતેના આ કાર્યક્રમ નીશરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવી હતી, ત્યારબાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા નંબર 59 ની વિદ્યાર્થીનીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો , યોગની દર્શન અને એનડીસી ગ્રુપ દ્વારા સ્વચ્છ ભારત જન જાગૃતિ વિષયક નાટક યોજાયું હતું,
પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી અને ગ્રામ્ય અંતર્ગત તા. 12/5/2023 ના રોજ મહાત્મા મંદિર ગાંધીનગર ખાતેથી દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના વરદ હસ્તે rs. 1946 કરોડના ખર્ચે તૈયાર થયેલ આંતરિક માળખાકીય વ્યવસ્થા અને સુવિધા સભર 42,441 આવાસનું લોકાર્પણ અને ખાત મહૂર્ત અને લાભાર્થી દ્વારા બનાવેલ (BLC) આવાસના ગૃહ પ્રવેશનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જામનગર મહાનગરપાલિકા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આવાસ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમના અંતે ધારાસભ્યશ્રીઓ, પદાધિકારીઓ, અધિકારીઓ ની ઉપસ્થિતિમાં ગોલ્ડન સીટી ખાતેના 544 આવાસ નો કોમ્પ્યુટર રાઈસ ડ્રો કરવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, EWS-2 આવાસ યોજનાનો કાર્યક્રમ આજરોજ અહીં યોજાઇ રહ્યો છે , સરકારશ્રીના માધ્યમથી સમગ્ર દેશમાં પરિવર્તન આવી રહ્યું છે, આજે આપણા દેશનો આઝાદીનો અમૃત મહોત્સવ ચાલી રહ્યો છે જે સમગ્ર દેશનો વિકાસનો અમૃત કાળ બની રહ્યો છે, કેન્દ્રમાં નરેન્દ્ર ભાઈ મોદીની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની ડબલ એન્જિન ની સરકાર દ્વારા ગુજરાત ની વિકાસ યાત્રા આજે મહત્વની બની રહી છે, ઉપરાંત વૈશ્વિક દરે જોઈએ તો આજે વિશ્વમાં ભારત દરેક ક્ષેત્રમાં મોખરે છે, આર્થિક વ્યવહારની વાત કરીએ મુદ્રા લોન, આવાસ યોજનાની વાત કરીએ કે પછી સરકારશ્રીના આરોગ્ય વિભાગની વાત કરીએ કોરોના કાળ બાદ વેક્સિનેશનમાં પણ વિશ્વ કક્ષાએ ભારત પ્રથમ ક્રમાંકે છે, તેમજ આર્થિક પરિસ્થિતિની વાત કરીએ તો તેમાં પણ ભારતની આર્થિક પરિસ્થિતિ વિશ્વના અન્ય દેશો કરતા અત્યંત સારી છે તેમ કહી શકાય છે, આજે અહીં દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદી દ્વારા દેશના નાગરિકો ને પોતાનું ઘરનું ઘર હોય તે સ્વપ્ન સાકાર થયું છે, ભારતના આઝાદીના અમૃત કાળમાં આજે સરકારશ્રીની પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા સમગ્ર ગુજરાતમાં આવાસના લોકાર્પણ થઈ રહ્યા છે તે બદલ જામનગરના ધારાસભ્ય શ્રી રીવાબા રવિન્દ્ર સિંહ જાડેજાએ અહીં ઉપસ્થિત લાભાર્થીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી એ જામનગર મહાનગરપાલિકાના, આવાસ યોજના ના લોકાર્પણ પ્રસંગે જણાવ્યું હતું કે આ પહેલા ભારત દેશના કોઈ પણ વડાપ્રધાને નાગરિકો માટે આ પ્રકારનું સ્વપ્ન સેવિયું નહોતું આજે દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદીએ દેશની જનતા માટે ઘરના ઘરનું સ્વપ્ન સાકાર થાય તેવી પ્રધાનમંત્રી આવાસ યોજના બનાવી છે, આ આવાસ યોજના અત્યંત માળખાકીય સુવિધાઓ સાથેની છે, આવાસ યોજનાના મકાનો જોઈને તો બિલ્ડીંગ કન્સ્ટ્રક્શન ના ધંધાર્થીઓને કોમ્પિટિશન થાય તે પ્રકારના અત્યંત આધુનિક અને સુવિધા સભર આવાસ નું બાંધકામ આજે અહીં જામનગરમાં કરવામાં આવ્યું છે, આ ઉપરાંત માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદીએ “નલ સેજલ યોજના” થકી લોકોને પાણીની સમસ્યા માંથી પણ મુક્ત કર્યા છે, આ ઉપરાંત સરકારશ્રીની અનેક યોજનાઓનો લાભ દેશના તમામ નાગરિકો લઈ રહ્યા છે અહીં ઉપસ્થિત સર્વે આવાસ યોજનાના લાભાર્થીઓને શુભકામનાઓ પાઠવી હતી.
આ કાર્યક્રમમાં શહેર મેયર માનનીય શ્રી બીનાબેન કોઠારી એ જણાવ્યું હતું કે, આજરોજ સમગ્ર ગુજરાતમાં 42 હજારથી વધુ આવાસ નું લોકાર્પણ થઈ રહ્યું છે એ અત્યંત મહત્વની બાબત ગણી શકાય છે, જામનગરે દરેક ક્ષેત્રમાં આગળ પડતું રહ્યું છે બ્રાસ બ્રાસની વસ્તુઓ હોય કે પછી સ્વચ્છતા અભિયાન હોય, કે પછી સ્માર્ટ સિટીની વાત હોય દરેક ક્ષેત્રમાં જામનગર અગ્રીમ હરોળમાં રહ્યું છે, તો પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાંધકામમાં પણ જામનગર અગ્રીમ હરોળતા પ્રાપ્ત કરશે, આપણે જુદા જુદા વિસ્તારોમાં અનેક જગ્યાઓ પર પ્રધાનમંત્રી આવાસ યોજના ના બાંધકામો પરિપૂર્ણ કરી ચૂક્યા છીએ, આજે અહીં બેડી વિસ્તારમાં આવાસ યોજનાનું લોકાર્પણ થઈ રહ્યું છે તે પ્રસંગે આવાસ યોજના ના રહેવાસીઓને જણાવીશ કે આપ સહુ અહીં ભાઈચારાથી રહેજો અને આવાસ યોજના બની ગયા બાદ મંડળ બનાવી મેન્ટેનન્સની પણ જાળવણી કરશો તેમ આવાસ યોજનાના લાભાર્થીઓને ખાસ અનુરોધ કર્યો હતો.
ધારાસભ્યશ્રી તથા મેયરના ઉદબોધન બાદ દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્ર ભાઈ મોદીનું જીવંત પ્રસારણ શરૂ થયું હતું જેમાં જામનગરના લાભાર્થીઓ સાથે માનનીય વડાપ્રધાન શ્રી એ વર્ચ્યુઅલ માધ્યમથી આવાસ યોજના ના લાભાર્થીઓ સાથે સંવાદ કર્યો હતો , અને તેમના ખબર અંતર પૂછ્યા હતા.
આ કાર્યક્રમમાં ધારાસભ્ય શ્રી રિવાબા રવિન્દ્ર સિંહ જાડેજા, ધારાસભ્ય શ્રી દિવ્યેશભાઈ અકબરી, શહેર મેયર શ્રી બીનાબેન કોઠારી, ડેપ્યુટી મેયર શ્રી તપનભાઈ પરમાર ,સ્ટેન્ડિંગ ચેરમેન શ્રી મનીષભાઈ કટારીયા, શાસક પક્ષના નેતા શ્રી કુસુમબેન પંડ્યા , કમિશનર શ્રી ડી. એન. મોદી સાહેબ ,કલેકટરશ્રી બી. એ. શાહ સાહેબ, ડીડીઓ શ્રી વિકલ્પ ભારદ્વાજ , ડીએમસી શ્રી ભાવેશભાઈ જાની સાહેબ, ઈડીપી મેનેજર શ્રી મુકેશભાઈ વરણવા સાહેબ , શહેર ભાજપ અધ્યક્ષ શ્રી વિમલભાઈ કગથરા, દંડક શ્રી કેતનભાઇ, મહામંત્રી શ્રી પ્રકાશભાઈ બાંભણિયા, શ્રી વિજયસિંહ જેઠવા અને જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓ તેમજ મ્યુનિસિપલ સભ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.