સુરત : સુરતમાં ફાયરિંગ કરનારને પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ઝડપ્યા: સુરતના ઉધના રોડ નંબર 9 પર થયેલ ફાયરિંગની ઘટનામાં સુરત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે.
ભંગારના વેપારી પર બાઈક પર બે ઈસમો આવી ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા. તેને સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસે ફિલ્મ સ્ટાઈલમાં ઝડપી પાડવામાં સફળતા મળી છેજેની પૂછપરછમાં પણ અનેક ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે.
જેમાં આરોપી પકડાઈ જતા એડવોકેટ પર ફાયરિંગ કરવાનો પ્લાન પોલીસે નિષ્ફળ બનાવી દીધો છે.સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ફાયરિંગની ઘટના બની છે. ભંગારના વેપારી પર બે લોકો બાઈક પર આવી ફાયરિંગ કરી ફરાર થઇ ગયા હતા. જો કે, સદનસીબે આ ઘટનામાં વેપારીનો બચાવ થયો છે. બીજી તરફ બનાવની જાણ પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
સ્થળે દોડી આવ્યો હતો. પોલીસ દ્વારા આ સમગ્ર મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.સુરતના ઉધના રોડ નંબર 9 પાસે ભંગારના વેપારી જાવીદ સલીમ શાહ નામના વ્યક્તિ પર બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ એક રાઉન્ડ ફાયરિંગ કરી ફરાર થઈ ગયા હતા.જો કે સદનસીબે આ ઘટનામાં ભંગારના વેપારીનો બચાવ થયો હતો.આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ સહિત ઉચ્ચ પોલીસ અધિકારી દોડતા થઈ ગયા હતા. અને ફાયરિંગ કરનારને ઝડપી પાડવા પોલીસની ટીમ કામે લાગી હતી. આરોપીઓને પકડવા સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસની ટીમ પણ તપાસમાં જોતરાઈ હતી. દરમિયાન ક્રાઇમ બ્રાન્ચ ના પી.આઈ જે એન ઝાલા અને પી એસ આઈ ડી એમ રાઠોડ સહિતની ટીમના માણસોને બાતમી મળી હતી કે ઉધનામાં વેપારી પર ફાયરિંગ કરનાર આરોપી સુરતના ભીમરાડ ચેકપોસ્ટ પાસે ઉભેલા છે. જેથી પોલીસે બાતમી વાળી જગ્યાએ તપાસ કરીને ફાયરિંગ કરનાર સંજુ તિવારી અને કાયદાના સંઘર્ષમાં આવેલ જુવેનાઇલ બાળકને ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.