કચ્છ : ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડનું ધોરડો ખાતે પરંપરાગત સ્વાગત કરાયું: ટેન્ટ સિટી ખાતે બીએસએફ બટાલિયન ૩ દ્વારા ગાર્ડ ઓફ ઓનર અપાયું
ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડ કચ્છના પ્રવાસે પધાર્યા છે ત્યારે ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આવ્યા બાદ તેઓ ખાસ હેલીકોપ્ટર મારફતે ધોરડો ખાતે પધાર્યા હતા. જ્યાં ધોરડો હેલિપેડ ખાતે માનનીય ઉપરાષ્ટ્રપતિ તેમજ લેડી વાઈસ પ્રેસિડેન્ટ સુશ્રી સુદેશ ધનખડનું રાજ્ય સરકાર વતી જિલ્લા વહિવટી તંત્ર દ્વારા કચ્છી શાલ ઓઢાડી પરંપરા મુજબ ભાવભર્યું સ્વાગત કરાયું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ વેળાએ રાજ્યના સહકાર અને પ્રોટોકોલ મંત્રીશ્રી જગદીશ વિશ્વકર્મા, ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઈ પટેલ, ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરી, ગુજરાત ટુરિઝમ સેક્રેટરીશ્રી હારિત શુક્લા, જિલ્લા સમાહર્તાશ્રી દિલીપ રાણા, ટી.સી.જી.એલ. ના એમ.ડી. શ્રી આલોક પાંડે, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ,
પ્રોબેશનલ IAS શ્રી સુનીલ સોલંકી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી જી.કે. રાઠોડ, ધોરડો સરપંચશ્રી મિયાં હુસેન સહિતના અગ્રણીઓએ ઉપરાષ્ટ્રપતિશ્રીને ધોરડો ખાતે મીઠો આવકાર આપ્યો હતો. ધોરડો ખાતે ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિશ્રી જગદીપ ધનખડને ટેન્ટ સિટી ખાતે બીએસસેફ બટાલિયન ૩ દ્વારા તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.