Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝબોટાદશહેર

બોટાદ : સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા બોટાદના પ્રવાસે આવી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું

બોટાદ : સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચીયા બોટાદના પ્રવાસે આવી કાર્યકર્તાઓને માર્ગદર્શન આપ્યું: સહકાર ભારતીના પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ બરોચિયા, પ્રકોષ્ઠ પ્રમુખ ચીમનભાઈ ડોબરીયા તથા જૂનાગઢની કેસવ ક્રેડિટ કો ઓપરેટિવ સોસાયટીની કાર્યવાહક કમિટી સાથે બોટાદ જિલ્લાના પ્રવાસે આવી કાર્યકર્તાઓને પ્રોત્સાહક માર્ગદર્શન આપ્યું હતું.

પ્રારંભમાં બોટાદ તાલુકાની બાબરકોટ સેવા સહકારી મંડળીની મુલાકાત લીધી મંડળીના મંત્રી અને સહકાર ભારતી ના તાલુકા પ્રમુખ કનુભાઈ ખાચર દ્વારા તમામ મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરી શિક્ષાપત્રી ભેટ આપી હતી. મંડળીની વસુલાત માટે અભિનંદન પાઠવી સહકાર ભારતીના કાર્યક્રમમાં કરી તાલુકાની ટીમને સક્રિય કરવા અનુરોધ કરેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ત્યારબાદ પાળિયાદની પૂજય વિસામણબાપુની પ્રસિદ્ધ જગ્યા ના દર્શન કરી પ્રસાદ લઇ બોટાદની ઝવેરચંદ મેઘાણી ક્રેડિટ સોસાયટીની ઓફિસમાં સોસાયટીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સ ના સભ્યો સહકાર ભારતી ના કાર્યકર્તાઓને વિનોદભાઈ બરોચીયા તથા ચીમનભાઈ ડોબરીયા દ્વારા માસિક મિટિંગ મળે પ્રકોષ્ઠની રચના, કાર્યકર્તા અભ્યાસ વર્ગ, સદસ્યતા નોંધણી સાથે વિના સંસ્કાર નહીં સહકારના સૂત્રને સાર્થક કરવા સામૂહિક પ્રયત્નો કરવા અપીલ કરેલ બોટાદની મહિલા પીપલ સોસાયટી માં નયનાબેન સરવૈયા તથા નીપાબેન મહેતા દ્વારા મહિલા સદસ્યો જે સમાજની 50% મહિલાઓ છે. તો સહકારના માધ્યમ દ્વારા જાગૃતિ લાવી સહકાર ભારતી ના અનિવાર્ય સાત કાર્યક્રમ દ્વારા સમાજના સર્વાંગી વિકાસમાં મહિલાઓનું વિશેષ યોગદાન વિશે વાત કરેલ હતી.

ત્યારબાદ જૂનાગઢની ગુજરાતની તમામ ક્ષેત્રે શ્રેષ્ઠ ક્રેડિટ સોસાયટીના ફાઉન્ડર સભ્ય તથા માર્ગદર્શક વિનોદભાઈ બરોચીયા તથા એમડી નરેન્દ્રભાઈ ભૂત દ્વારા સોસાયટીની શાખા બોટાદ અથવા ઢસા ગામમાં ખોલવા વિશે માર્ગદર્શન આપી જણાવેલ કે સમાજના છેવાડાના લોકોને તેમની નાણાકીય જરૂરિયાત વ્યાજબી દરે પૂરી પાડવા તથા ગ્રામ વિકાસ દ્વારા સમાજના સર્વાંગી વિકાસના ધ્યેય સાથે કાર્ય કરવા માંગે છે આ પ્રવાસમાં સહકાર ભારતી ના ભાવનગર વિભાગ સહસંયોજક સવજીભાઈ શેખ તથા બોટાદ જિલ્લા સહકાર ભારતીના પ્રમુખ ભુપતભાઈ ધાધલ સાથે રહી તમામ વ્યવસ્થા ગોઠવેલ

Related posts

જામનગર : સાંસદ શ્રી પૂનમબેન માડમના હસ્તે જામનગર જિલ્લાના કેશિયા ગામથી ‘સુજલામ સુફલામ જળ અભિયાન- ૨૦૨૩’નો પ્રારંભ કરાયો

samaysandeshnews

જામનગર : વોર્ડ નં.12 ના નગરસેવક અસલમભાઇ ખીલજી તથા જેનબબેન ખફી ની સહારનીય કામગીરી.

cradmin

સાળંગપુરમાં છેલ્લાં 35 વર્ષ બાદ પહેલીવાર ધુળેટીની અતિભવ્ય ઉજવણી કરવામાં આવી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!