Samay Sandesh News
સ્પોર્ટ્સ

Tokyo Olympic Medal Tally India Standing Today 33-07-21 Gold Silver Bronze Medal Events Hockey Table Tennis Boxing 

[ad_1]

Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે નવમો દિવસ છે. ભારત માટે આજનો  દિવસ સારો નથી રહ્યો. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 54માં ક્રમે છે. અમેરિકા 16 ગોલ્ડ, 17 સિલ્વર અને 12 બ્રોન્ઝ એમ 45  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 21 ગોલ્ડ, 12 સિલ્વર અને 12 બ્રોન્ઝ મળી કુલ 45 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 17 ગોલ્ડ, 5 સિલ્વર અને 8 બ્રોન્ઝ એમ મળી કુલ 30 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે.કમલપ્રીત કૌરે 64 મીટરના થ્રો સાથે ફાઇનલ માટે ક્વોલિફાઇ કર્યું છે. ક્વોલિફિકેશન રાઉન્ડમાં માત્ર બે જ મહિલા ખેલાડી 64 મીટરનો આંકડો સ્પર્શી શકી હતી. ફાઇનલ 2 ઓગસ્ટના રોજ થશે.ટોક્યો ઓલિમ્પિકમાં ઈન્ડિયન બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ચાઇનીઝ ટાઇપેની તાઈ જૂ વિરૂદ્ધ સેમીફાઇનલમાં હારી ગઈ છે. સિંધુ હવે રવિવારે સાંજે 5 વાગ્યે બ્રોન્ઝ મેડલ માટે ચીનની જિયાઓ બિંગ સામે રમશે. બોક્સર પૂજા રાની ક્વાર્ટર ફાઇનલમાં ચીનની કી લી ક્વાનથી હારી ગઈ છે. ત્રીજા રાઉન્ડમાં લીને તમામ પાંચ જજોને 10-10 પોઇન્ટ આપ્યા હતા. પૂજાને પહેલા રાઉન્ડમાં પ્રત્યેક જજે 9-9 પોઇન્ટ આપ્યા. જ્યારે ત્રીજા રાઉન્ડમાં 4 જજોએ પૂજા 9-9 અને એક જજે 8 પોઇન્ટ આપ્યા હતા. આવી રીતે નંબર-1 સીડ લીએ આ બાઉટ 5-0થી પોતાને નામ કર્યું હતું.ભારતીય મહિલા હોકી ટીમે પૂલ સ્ટેજની પોતાની છેલ્લી મેચમાં દક્ષિણ આફ્રિકાને 4-3થી હરાવ્યું છે. એનાથી ટીમનો ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવાનો માર્ગ ખૂલી ગયો છે. પુલ Aમાં આયર્લેન્ડ અને ગ્રેટ બ્રિટન વચ્ચેની મેચથી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચનારી ટીમોનો ફેંસલો થશે. ભારત તરફથી વંદના કટારિયાએ 3 ગોલ કર્યા હતા. વંદના ઓલિમ્પિક મેચમાં ગોલની હેટ-ટ્રિક ફટકારનાર પ્રથમ ભારતીય મહિલા હોકી ખેલાડી બની છે.તીરંદાજીમાં પણ અતનુદાસને હારનો સામનો કરવો પડ્યો હતો. તેને જાપાનના તાકાહરુ ફુરુકાવાએ 6-4થી હરાવ્યો હતો. ટોક્યો ઓલિમ્પિકમાં  ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. 

[ad_2]

Source link

Related posts

ટોક્યો ઓલમ્પિક:બેડમિંટનમાં પી.વી.સિંધુ સેમિફાઇનલમાં પહોંચી, જાપાનની યામાગુચીને આપી હાર

cradmin

Actor R Madhavan Tweets On Olympian Mirabai Chanus Eat On The Kitchen Floor

cradmin

Tokyo Olympics: Medla Confirmed Because Indian Women Boxer Lavlina Borgohain Reached Semi Final

cradmin

Leave a Comment

error: Content is protected !!