[ad_1]
Tokyo Olympic 2020: ટોક્યો ઓલિમ્પિકનો આજે સાતમો દિવસ છે. ભારત માટે આજના દિવસની શાનદાર શરૂઆત રહી હતી. તીરંદાજી, હોકી, બેડમિંટનમાં જીત મળી હતી. તીરંદાજ અતનુ દાસે પુરુષ વ્યક્તિગતમાં અંતિમ 8માં સ્થાન બનાવી લીધું છે. પીવી સિંધુ પણ ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. બોક્સર સતીષ કતુમારે 91 કિલો વર્ગના અંતિમ 8માં પહોંચી ગયો છે. પુરુષ હોકી ટીમે પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. રિયો ઓલિમ્પિકની ચેમ્પિયન આર્જેન્ટીનાને 3-1થી હરાવી છે.પરંતુ બોક્સિગમાં મોટો ઝટકો લાગ્યો છે. દિગ્ગજ બોક્સર મેરિકોમ કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વોલેશિયા સામે હારી ગઈ છે. મેરિકોની 2-3થી હાર થઈ હતી. જેની સાથે ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.પહેલા રાઉન્ડમાં મેરિકોમની 1-4થી હાર થઈ હતી. જે બાદ બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ડિફેંસિવ લાગતી મેરિકોમે બીજા રાઉન્ડમાં જોરદાર આક્રમક રમત દાખવીને કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વાલેંશિયાને 3-2થી હાર આપી હતી. જોકે અંતિમ રાઉન્ડમાં તેની હાર થવાની સાથે જ ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.
#Olympics | Boxing, Women’s Flyweight (48-51kg) Preliminaries Round of 16: MC Mary Kom loses to Ingrit Valencia 3-2(File photo) pic.twitter.com/Ab04K66XgL
— ANI (@ANI) July 29, 2021મેડલ ટેલીમાં ભારત પાછળ ધકેલાયુંજાપાન 15 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે 24 મેડલ જીતીને પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન 14 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ મળી કુલ 29 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા 13 મેડલ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ મળી 37 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારત એક બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 46માં ક્રમે છે.
[ad_2]
Source link