Samay Sandesh News
સ્પોર્ટ્સ

Tokyo Olympics: First Time More Than Three Thousand Cases Were Reported In A Day In Tokyo

[ad_1]

Tokyo Olympics 2020: ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિકમાં કોરોનાનો ખતરો દેખાયો છે. અહીં પહેલીવાર એક જ દિવસમાં ત્રણ હજારથી વધુ કોરોનાનો નવા કેસો નોંધાયા છે. આ કેસોની સાથે જ અહીં સંક્રમણના વધવા લાગ્યુ છે. અત્યાર સુધીના આ સૌથી વધુ કેસો છે. પહેલીવાર એક દિવસમાં નોંધાયા 3 હજાર નવા કેસો-ટોક્યોમાં આજે કોરોના વાયરસના 3,177 નવા કેસો નોંધાયા છે, જે અત્યાર સુધીના સંક્રમણના સૌથી વધુ કેસો છે. ઓલિમ્પિકની શરૂઆત બાદ આ પહેલીવાર છે જ્યારે અહીં આટલા બધા કોરોનાના દૈનિક કેસો આવ્યા હોય. આ આંકડો ત્રણ હજારને પાર થતાં ચિંતાનો વિષય બન્યો છે. મંગલવારે 2,848 નવા કેસોનો રેકોર્ડ બન્યો હતો. પરંતુ બુધવારે આનાથી પણ વધુ નવા કેસો સામે આવ્યા છે. ગયા વર્ષની શરૂઆતમાં મહામારી ફેલાયા બાદ જાપાનની રાજધાની ટોક્યોમાં સંક્રમિતોનો આંકડો બે લાખ છ હજાર 745 સુધી પહોંચી ગયો હતો. ટોક્યોમાં ઓલિમ્પિકની શરૂઆત પહેલા 12 જુલાઇથી ઇમર્જન્સી લાગુ છે. લોકોના વિરોધ અને મહામારી ફેલાવવાની આશંકા સાથે જોડાયેલી ચિંતાઓની વચ્ચે ઓલિમ્પિક રમતો ગયા અઠવાડિયે શુક્રવારથી શરૂ થઇ છે. જોકે તમામ રમતો દર્શકો વિના જ આયોજિત થઇ રહી છે. વિશેષજ્ઞોનુ કહેવુ છે કે ટોક્યોમાં સંક્રમણના કેસો વાયરસના ડેલ્ટા પ્રકારથી ફેલાઇ રહ્યાં છે જે ખુબ ઝડપથી ફેલાય છે. ભારતના ખાતામાં અત્યાર સુધી માત્ર એક મેડલ-ઉલ્લેખનીય છે કે, ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક રમતોમાં અત્યાર સુધી ભારતે ફક્ત એક મેડલ જીત્યુ છે. ભારતને આ મેડલ મીરાબાઇ ચાનૂએ અપાવ્યુ છે. તેને 49 કિગ્રો ગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ એટલે કે રજત પદક મળ્યુ હતુ.  ભારતમાં કોરોનાની સ્થિતિ- કુલ એક્ટિવ કેસઃ 3,89,100કુલ રિકવરીઃ 3,06,21, 469કુલ મૃત્યુઆંકઃ 4,21,382દેશમાં કોરોનાનો ભોગ બનવાના અથવા રસીકરણના કારણે વ્યાપક પ્રમાણમાં લોકોમાં કોરોના વાઈરસ સામે હર્ડ ઈમ્યુનિટી વિકસી છે તેમ છતાં બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે લોકોએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ તેમ નિષ્ણાતોએ જણાવ્યું છે. એઈમ્સના કોવિડ-૧૯ આઈસીયુનું સંચાલન કરી રહેલા ડૉ. યુદ્ધવીર સિંહે જણાવ્યું હતું કે કોરોનાના કેસ ઓછા છે ત્યારે કેટલાક નિયંત્રણો સાથે આર્થિક પ્રવૃત્તિઓ ફરી શરૂ થાય તે મહત્વનું છે. જોકે, લોકોએ કોરોના પ્રોટોકોલનું પાલન કરવું જોઈએ. કોરોનાના કેસ ઓછા છે તેમ માનીને લોકોએ બેદરકારી રાખવી જોઈએ નહીં. તેમણે ઉમેર્યું હતું કે દિલ્હીમાં કોરોનાની બીજી લહેર દરમિયાન મોટી સંખ્યામાં નોંધાયેલા કેસને ધ્યાનમાં લેતાં મોટાભાગના લોકોમાં હર્ડ ઈમ્યુનિટી વિકસી ગઈ છે. વિશ્વના વિવિધ ભાગોમાં ચેતવણીના સંકેતો અલગ અલગ છે. ભારતમાં પણ કેસોમાં હાલમાં સામાન્ય વધારો જોવા મળ્યો છે. કોરોનાના કેસ કોઈપણ સમયે અચાનક જ વધી શકે છે. દેશમાં કોરોનાની બીજી લહેર જેવી કટોકટી ટાળવા માટે બધા જ લોકોએ વિશેષ કાળજી રાખવી પડશે.

[ad_2]

Source link

Related posts

સ્પોર્ટ્સ: વારાણસીમાં PM મોદી આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમનો શિલાન્યાસ કરશે

cradmin

Ind vs SL 3rd T20 Live Score: ભારતે ટોસ જીત્યો, પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય

cradmin

શ્રીલંકાએ આ ત્રણ સ્ટાર ક્રિકેટરો પર કેમ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ ? જાણો શું છે મામલો

cradmin

Leave a Comment

error: Content is protected !!