Samay Sandesh News
સ્પોર્ટ્સ

Tokyo Olympics: Medla Confirmed Because Indian Women Boxer Lavlina Borgohain Reached Semi Final

[ad_1]

Tokyo Olympics: ભારતીય મહિલા બૉક્સર લવલીના બોરગોહેન (Lavlina Borgohain)એ ટોક્યો ઓલિમ્પિક (Tokyo Olympics)માં ભારત માટે બીજી મેડલ પાક્કુ કરી લીધુ છે. તે  વેલ્ટરવેટ કેટેગરી (64-69 કિગ્રા)ની સેમિફાઇનલમાં પહોંચી ગઇ છે. તેની સાથે તેનો ઓછમાં ઓછો એક બ્રૉન્ઝ મેડલ પાક્કો થઇ ગયો છે. તે પહેલીવાર ઓલિમ્પિકમાં ઉતરી રહી છે. ક્વાર્ટર ફાઇનલ મેચમાં લવલીના બોરગોહેને ચીની તાઇપેની નિએન ચિન ચેનને 4-1થી હરાવી. પહેલા રાઉન્ડમાં તેને બાય મળ્યા હતા, જ્યારે બીજા રાઉન્ડ -16ની મેચમાં તેને જર્મનીની 35 વર્ષની મુક્કેબાજ નેદિને એપેટ્સને 3-2થી હરાવી હતી. આ પહેલા મહિલા વેટલિફ્ટર મીરાબાઇ ચાનૂએએ સિલ્વર મેડલ જીત્યો હતો. લવલીના બોરગોહેન વર્લ્ડ ચેમ્પીયનશીપમાં બીજી બે એશિયન ચેમ્પીયનમાં એકવારની કાંસ્ય પદક વિજેતા છે. લવલીના બોરગોહેન પહેલા મહિલા બૉક્સર એમસી મેરિકૉમે 2012 લંડન ઓલિમ્પિકમાં બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. ઓલિમ્પિક ઇતિહાસમાં ફક્ત બે મહિલા બૉક્સર જ મેડલ જીતી શકી છે. વળી પુરુષ કેટેગરીમાં 2008 બેઇજિંગ ઓલિમ્પિકમાં વિજેન્દર સિંહે બ્રૉન્ઝ મેડલ જીત્યો હતો. India Schedule, Tokyo Olympic 2020 Matches List: રમતોના મહાકુંભ ટોક્યો ઓલિમ્પિકમાં 7 દિવસ પૂરા થયા છે. ભારતના ખાતામાં અત્યાર સુધીમાં એક જ મેડલ આવ્યો છે. ભારત મેડલ ટેલીમાં 46માં ક્રમે છે. અમેરિકા  13 ગોલ્ડ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ એમ 37  મેડલ સાથે પ્રથમ ક્રમે છે.  ચીન 14 ગોલ્ડ, 6 સિલ્વર અને 9 બ્રોન્ઝ મળી કુલ 29 મેડલ સાથે બીજા ક્રમે છે. જાપાન 15 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ એમ મળી કુલ 24 મેડલ સાથે ત્રીજા ક્રમ પર છે. મેરિકોમની હાર સાથે ભારતને મોટો ઝટકો–બોક્સિગમાં મોટો ઝટકો લાગ્યો છે. દિગ્ગજ બોક્સર મેરિકોમ કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વોલેશિયા સામે હારી ગઈ છે. મેરિકોની 2-3થી હાર થઈ હતી. જેની સાથે ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું.પહેલા રાઉન્ડમાં મેરિકોમની 1-4થી હાર થઈ હતી. જે બાદ બીજા રાઉન્ડમાં શાનદાર વાપસી કરી હતી. પ્રથમ રાઉન્ડમાં ડિફેંસિવ લાગતી મેરિકોમે બીજા રાઉન્ડમાં જોરદાર આક્રમક રમત દાખવીને કોલંબિયાની ઈંગ્નિટ લોરેના વાલેંશિયાને 3-2થી હાર આપી હતી. જોકે અંતિમ રાઉન્ડમાં તેની હાર થવાની સાથે જ ભારતની મેડલની આશા પર પાણી ફરી વળ્યું હતું. જ્યારે રેફરીએ મેચના અંતે વાલેંસિયાનો હાથ ઉપર ઉઠાવ્યો ત્યારે મેરિકોમની આંખમાં આંસુ હતા અને ચહેરા પર હાસ્ય હતી.મેરીકોમ 2019 વિશ્વ ચેમ્પિયનશીપની ક્વાર્ટરફાઈનલમાં વાલેંસિયાને હરાવી ચુકી છે. કોલંબિયાની બોક્સરની મેરિકોમ પર આ પહેલી જીત છે. મેરીકોમની જેમ વાલેંસિયા પણ ઓલિમ્પિકમાં તેના દેશનું પ્રતિનિધિત્વ કરનારી પ્રથમ મહિલા બોક્સર છે.મેડલ ટેલીમાં ભારત પાછળ ધકેલાયુંજાપાન 15 ગોલ્ડ, 4 સિલ્વર અને 5 બ્રોન્ઝ મેડલ સાથે 24 મેડલ જીતીને પ્રથમ ક્રમે છે. જ્યારે ચીન 14 ગોલ્ડ, 5 સિલ્વર અને 9 બ્રોન્ઝ મેડલ મળી કુલ 29 મેડલ સાથે બીજા ક્રમે છે. જ્યારે અમેરિકા 13 મેડલ, 14 સિલ્વર અને 10 બ્રોન્ઝ મેડલ મળી 37 મેડલ સાથે ત્રીજા ક્રમે છે. ભારત એક બ્રોન્ઝ મેડલ સાથે મેડલ ટેલીમાં 46માં ક્રમે છે.ભારતના ખાતામાં અત્યાર સુધી માત્ર એક મેડલ-ઉલ્લેખનીય છે કે, ટોક્યોમાં ચાલી રહેલા ઓલિમ્પિક રમતોમાં અત્યાર સુધી ભારતે ફક્ત એક મેડલ જીત્યુ છે. ભારતને આ મેડલ મીરાબાઇ ચાનૂએ અપાવ્યુ છે. તેને 49 કિગ્રો ગ્રામ વર્ગમાં સિલ્વર મેડલ એટલે કે રજત પદક મળ્યુ હતુ.

[ad_2]

Source link

Related posts

શ્રીલંકાએ આ ત્રણ સ્ટાર ક્રિકેટરો પર કેમ લગાવ્યો એક વર્ષનો પ્રતિબંધ ? જાણો શું છે મામલો

cradmin

Tokyo Olympics: બેડમિન્ટન સ્ટાર પી.વી. સિંધુની સેમિફાઇનલમાં હાર

cradmin

ટોક્યો ઓલિમ્પિકના ડિસ્કસ થ્રોમાં ભારતીય કમલપ્રીત કૌર પહોંચી ફાઈનલમાં, જુઓ વીડિયો

cradmin

Leave a Comment

error: Content is protected !!