સાબરકાંઠા : પોશીના તાલુકાના અજાવાસ ગામમાં ત્રીપલ મર્ડર થતાં ચકચાર: સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસ કાફલો ઘટના દોડી આવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી ત્રણેય મૃતકની લાશને પી.એમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે.
પોશીનાના અજાવાસ ગામમાં રહેતા લલુભાઈ લાધુભાઈના ઘરે બુધવારે સાંજે ઝીઝણાટ ગામના તેમના બનેવીના ભાઈ રમેશભાઈ આવેલા હતા અને રાત્રે ત્યાં રોકાયા હતા. આ રાત્રી દરમિયાન રમેશભાઈએ કોઈ કારણોસર તીક્ષ્ણ હથિયાર વડે લલુભાઈ અને તેમના પાંચ વર્ષના દીકરા કલ્પેશ ઉપર જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જે બાદ લલુભાઈના પત્ની લુલ્લુભાઈના ભાઈને બોલાવતા તેઓ ત્યાં દોડી આવ્યા હતા. આ ઘટનામાં રમેશભાઈ નું પણ અંતે મોત નિપજ્યું હતું. સમગ્ર મામલે જિલ્લા પોલીસ વડા સહિતની પોલીસ કાફલો ઘટના દોડી આવી ઝીણવટ ભરી તપાસ હાથ ધરી છે.
ત્રણેય મૃતકની લાશને પી.એમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી છે. આ વિસ્તારમાં પ્રથમ વાર આવી ઘટના બનતા સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઇ છે.
બોક્ષચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી આ ઘટનામાં મૃતક લલુંભાઈ સહિત તેમના પાંચ વર્ષના દીકરા કલ્પેશ નું મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય ચાર બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. જેને લઇ ગામમાં કરુણતા સર્જાઈ હતી.