Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

TV એક્ટર્સ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકને કારણે અવસાન

બિગ બોસ સિઝન-13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુકલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલ ની કારકિર્દી બાદ સિદ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ એટેક ને કારણે સામે આવ્યું છે.

સિદ્ધાર્થ શુક્લાની ઘણી ફેન ફોલોઈંગ હતી. આ દિવસોમાં તે તેની કારકિર્દીની ટોચ પર હતો. સિદ્ધાર્થે જાણી ફિલ્મો, ઘણી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું હતું. બિગ બોસ-13ના વિનર રહ્યાં હતા સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મો અને ટીવી સિરીયલોમાં કામ કરીને ખુબ લોકચાહના મેળવી હતી. બાલિકા વધૂ સિરીયલમાં શિવના પાત્રથી લોકપ્રિય બનેલા સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે ‘ખતરોં કે ખિલાડી’ અને ‘ઝલક દિખલાજા’ જેવા શોના સિદ્ધાર્થ વિજેતા પણ હતા.

Related posts

Gold : સોનુ ધડ કરતું રૂપિયા 5000 સસ્તુ થયું ! તહેવારની સિઝનમાં સોના ના રોજ ભાવમાં ઘટાડો

samaysandeshnews

ગ્લોબલ ટ્રેડિશનલ મેડિસન સેન્ટરના અધિકારીશ્રીઓએ ધ્રોલ તાલુકાના મોટા ઈટાળા ખાતે આયુષ્માન આરોગ્ય મંદિરની મુલાકાત લીધી

cradmin

સુરતમાં કતારગામ કાસાનગર પાર્કિંગ ફી વસૂલવામાં આવતાં લોકોની તાળા બંઘી

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!