Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝ

TV એક્ટર્સ સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ અટેકને કારણે અવસાન

બિગ બોસ સિઝન-13 ના વિજેતા સિદ્ધાર્થ શુક્લાનું અવસાન થયું હોવાના સમાચાર સામે આવ્યાં છે. આજે સવારે મુંબઈની હોસ્પિટલમાં સિદ્ધાર્થ શુકલાનું સારવાર દરમિયાન અવસાન થયું છે. સિદ્ધાર્થ શુક્લા ‘બિગ બોસ 13’ને કારણે લોકપ્રિય થયો હતો. ફિલ્મ અને ટીવીના જાણીતા અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકથી નિધન થયું છે. સિદ્ધાર્થને મુંબઈની કૂપર હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો હતો.હોસ્પિટલ ની કારકિર્દી બાદ સિદ્ધાર્થ શુક્લાનું નિધન હાર્ટ એટેક ને કારણે સામે આવ્યું છે.

સિદ્ધાર્થ શુક્લાની ઘણી ફેન ફોલોઈંગ હતી. આ દિવસોમાં તે તેની કારકિર્દીની ટોચ પર હતો. સિદ્ધાર્થે જાણી ફિલ્મો, ઘણી ટીવી સિરીયલ્સમાં કામ કર્યું હતું. બિગ બોસ-13ના વિનર રહ્યાં હતા સિદ્ધાર્થ શુક્લા. સિદ્ધાર્થ શુક્લાએ અનેક ફિલ્મો અને ટીવી સિરીયલોમાં કામ કરીને ખુબ લોકચાહના મેળવી હતી. બાલિકા વધૂ સિરીયલમાં શિવના પાત્રથી લોકપ્રિય બનેલા સિદ્ધાર્થ શુક્લાએ ઘણા રિયાલિટી શોમાં પણ ભાગ લીધો હતો. તે ‘ખતરોં કે ખિલાડી’ અને ‘ઝલક દિખલાજા’ જેવા શોના સિદ્ધાર્થ વિજેતા પણ હતા.

Related posts

દરેડ ગામે માં દર્શન ગૌશાળા દ્વારા કૃષિ અને ગૌસંવર્ધન મંત્રીને સન્માનિત કરાયા

samaysandeshnews

પ્રધાનમંત્રી કૌશલ કેન્દ્ર,જામનગરમાં વિનામુલ્યે ટ્રેનીંગ સાથે રોજગારીની તક માટે એડમિશનનો પ્રારંભ

samaysandeshnews

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્યશ્રી ડો. રાજુલબેન દેસાઈના અધ્યક્ષસ્થાને નારીશક્તિ સંમેલન યોજાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!