UNમાં મોદીએ આ મહત્વના મુદ્દાઓ પર વાત કરી….
- ચા વાળા નો દીકરો UN માં ચોથી વાર પ્રવચન આપી રહ્યો છે: પી એમ મોદી
- નામ લીધા વગર PM નરેન્દ્ર મોદી એ પાકિસ્તાન-ચીન પર આકરા પ્રહાર કર્યા. આતંકવાદનો હથિયાર તરીકે ઉપયોગ ના થવો જોઈએ. દરિયાઈ સીમાનો દૂરઉપયોગ ના થવો જોઈએ . અફઘાનિસ્તાનમાં મહિલાઓ અને બાળકોને મદદની જરૂર.
- કોરોના માં જીવ ગુમાવનારાઓને શ્રદ્ધાંજલિ આપી.પીએમ મોદીએ કહ્યું, છેલ્લા દોઢ વર્ષથી સમગ્ર વિશ્વ 100 વર્ષમાં સૌથી મોટી મહામારીનો સામનો કરી રહ્યું છે. હું એવા બધાને શ્રદ્ધાંજલિ આપું છું જેમણે ભયંકર રોગચાળામાં પોતાનો જીવ ગુમાવ્યો છે અને પરિવારો સાથે મારી સંવેદના વ્યક્ત કરું છું
- ભારત ના વિકાસ થી વિશ્વના વિકાસને ગતિ મળી વેકસિન ડેવલોપ કરવામાં અને વેકસિનેશનને આગળ વધારવામાં ભારતની સિદ્ધિ.
- ગ્લોબલ ચેન વેક્સિનેશન જરૂરી વિષે વાત કરતા મોદીએ કહ્યું કે, ડેમોક્રેસી વિથ ટેક્નોલોજી. મહામારીએ દુનિયાને આ પણ શીખવાડ્યું છે કે વેશ્વિક વ્યવસ્થાને વધુ વિકેન્દ્રિત કરવામાં આવે.
- ભારત વિકાસના પંથે આગળ વધી રહ્યું છે પીએમ મોદી કહ્યું કે ભારત વિકાસના માર્ગ પર આગળ વધી રહ્યું છે. ભારતની વિવિધતા તેની લોકશાહીનો પુરાવો છે. દેશવાસીઓની સેવા કરતા મને 20 વર્ષ પૂર્ણ થયા છે. હું પહેલા CM અને PM તરીકે લોકોની સેવા કરી રહ્યો છું.
- ભારત કરોડો ડોઝ લગાવવા માટે ડિજિટલ પ્લેટફોર્મ આપી રહ્યુ છે.
- 15 ઓગસ્ટે ભારતે તેના આઝાદીના 75માં વર્ષમાં પ્રવેશ કર્યો છે. વિવિધતા અમારી ઓળખ છે. અહીં અલગ અલગ ભાષાઓ અને સંસ્કૃતિ છે.
- વડાપ્રધાને ડ્રોન મેપિંગનો ઉલ્લેખ કરતા કહ્યું કે, પંડિત દીનદયાળ ઉપાધ્યાય કહેતા હતા કે ‘અભિન્ન માનવતાવાદ’. આ સમગ્ર માનવતાનો વિચાર છે.
- ઈકોનોમી અને ટેક્નોલોજીની વાત કરતા મોદીએ કહ્યું છે, ઈકોનોમી અને ટેક્નોલોજી વચ્ચે ભારતે સંતુલન કર્યું છે.
- ભારતીય વિદ્યાર્થી ઓએ તૈયાર કરેલા 75 સેટેલાઈટને અંતરિક્ષમાં મોકલાશે.