[ad_1]

રાજકોટઃ ગઈ કાલે શહેરના પ્રેમ મંદિર પાસે બ્યુટી પાર્લર ચલાવતી યુવતીની તેના પૂર્વ પતિએ જ ગોળી મારીને હત્યા કરી નાંખતા ચકચાર મચી ગઈ હતી. યુવતી તેના ઘરમાં પતિ સાથે જમી રહી હતી, ત્યારે જ પૂર્વ પતિ ત્યાં આવી ગયો હતો અને કંઈ સમજે તે પહેલા જ તમંચાથી ગોળી મારીને હત્યા કરી નાંખી હતી. આ પછી તમંચો ત્યાં જ નાંખીને ફરાર થઈ ગયો હતો. જોકે, પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. ચાર યુવકોની સતકર્તાને કારણે પોલીસ આરોપીને પકડવામાં સફળ રહી હતી. ત્યારે મૃતક યુવતી 7 મહિના ગર્ભવતી હોવાની પણ ચોંકાવનારી વિગતો સામે આવી છે.

રાજકોટના કાલાવડ રોડ પર વિમલનગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતી અને બ્યુટી પાર્લર ચલાવતી સરિતા પંકજભાઈ ચાવડાની હત્યા કરવામાં આવી છે. ગઈ કાલે બપોરે તે પોતાના ઘરમાં પતિ પંકજ સાથે જમી રહી હતી, ત્યારે તેનો પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્ય ઘરે આવી ચડ્યો હતો. તેમજ દેશી કટ્ટાથી હત્યા કરી નાંખી હતી. રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે પૂર્વ પતિ આકાશ રામાનુજ મૌર્યની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી.

સરિતા મૂળ ઉત્તરપ્રદેશના રાણીગંજની વતની છે. અગાઉ તે આરોપી આકાશના પિતાના સાડીના શોરૂમમાં નોકરી કરતી હતી, ત્યારે આકાશ સાથે તેને પ્રેમ થઈ ગયો હતો. તેમજ બંનેએ કોર્ટ મેરેજ કરી લીધા હતા. પોલીસે આ સર્ટિફિકેટ પણ કબ્જે કર્યું છે. જોકે, બંને વચ્ચે મનમેળ ન થતા 2019માં છૂટા થઈ ગયા હતા. આ પછી સરિતા રાજકોટ આવી ગઈ હતી અને 2019માં જ પંકજ ચાવડા સાથે સગાઈ કરી લીધી હતી. તેમજ 2020માં લગ્ન કર્યા હતા.

આરોપીએ પોલીસ પૂછપરછ જણાવ્યું હતું કે, તેણે સરિતા સાથે કોર્ટ મેરેજ કર્યા હતા. બંને યુપીના જ છે. જોકે, સરિતાએ કોર્ટ મેરેજ પછી સાથે રહેવા ઇનકાર કરી દિધો હતો. એટલું જ નહીં, આરોપીએ સરિતાને ખર્ચ માટે સાડા ત્રણ લાખ રૂપિયા પણ આપ્યા હોવાની કબૂલાત કરી હતી. બીજી તરફ આરોપીની જાણ બહાર સરિતાએ જૂનાગઢના પંકજ સાથે લગ્ન કરી લીધા હતા. જેની જાણ આરોપીને થતાં તેણે સરિતા પાસે પૈસા પરત માંગ્યા હતા. જોકે, વારંવાર માંગવા છતાં પણ સરિતા અને પંકજ પૈસા પરત આપતા નહોતો. જેને કારણે આરોપીએ સરિતાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.

આરોપી ગોરખપુરથી આવી મહિલાની હત્યા નિપજાવી હતી. મૃતક મહિલાના પતિ સાથે વાત કરતા આરોપીએ રૂપિયાની લેતી દેતીને કારણે હત્યાને અંજામ આપ્યો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

[ad_2]
Source link