[ad_1]
ભારતની મહિલા હોકી ટીમે ગ્રુપ સ્ટેજની પોતાની અંતિમ મેચ જીતી લીધી છે. તેણે સાઉથ આફ્રિકાને 4-3થી હાર આપી છે. ટીમ ઇન્ડિયાની ટોક્યો ઓલિમ્પિકમાં આ બીજી જીત છે. ક્વાર્ટર ફાઈનલમાં પહોંચવાની ટીમની આશા હજુ જીવંત છે.
આ પહેલા ભારતે આયર્લેન્ડને ૧-૦થી હરાવ્યું હતુ. ભારતના વિજયમાં એકમાત્ર ગોલ નવનીત કૌરે નોંધાવ્યો હતો.
સાઉથ આફ્રિકા અત્યાર સુધીની તેની તમામ ચારેય મેચ હારી ચૂક્યું છે. જ્યારે હાલમાં પોઈન્ટ ટેબલમાં ચોથા ક્રમે રહેલી આયરલેન્ડની ટીમની આખરી લીગ મેચ ગ્રેટ બ્રિટન સામે છે. જેમાં તેઓની હાર લગભગ નક્કી જેવી છે. બ્રિટનની ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે અને તેઓ બે મેચ જીતી ચૂક્યા છે. જ્યારે બે મેચમાં તેમનો પરાજય થયો છે.
[ad_2]
Source link