Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝશહેર

જામનગર : શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે “વર્લ્ડ હેલ્થ ડે” ની ઉજવણી કરાઈ.

જામનગર : શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે “વર્લ્ડ હેલ્થ ડે” ની ઉજવણી કરાઈ: તબીબી વિદ્યાર્થીઓ દ્વારા લોકજાગૃતિના ભાગરૂપે નુક્ક્ડ નાટક, જન જાગૃતિ રેલી, કેસ પ્રેઝેન્ટેશન, રંગોલી-પોસ્ટર મેંકીગ સ્પર્ધા વગેરે પ્રવૃતિઓ યોજાઈ

જામનગર : શ્રી એમ.પી.શાહ મેડિકલ કોલેજ જામનગર ખાતે જાણીતા કાર્ડિયોલોજીસ્ટ ડો.ગૌરવ ગાંધીના અધ્યક્ષ સ્થાને કોમ્યુનિટી મેડિસીન વિભાગ દ્વ્રારા “વર્લ્ડ હેલ્થ ડે” ની ઉજવણી કરવામાં આવી હતી.જે કાર્યક્રમમાં ડો.ગૌરવ ગાંધીએ જીવનમાં રોગ પહેલાની કાળજી તથા રોગને થતો અટકાવવાના પગલાં પર ભાર મુકીને આરોગ્યલક્ષી માહિતી આપેલ સાથે ડીન શ્રી ડો.નંદિની દેસાઈએ કોમ્યુનિટી મેડિસીનની કોમ્યુનિટી તેમજ હોસ્પિટલમાં અગત્યની ભુમિકા તથા લોક હિતમાં થતા કાર્યો વિશે જાણકારી આપેલ.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

કાર્યક્રમમાં તબીબી વિદ્યાર્થીઓ તેમજ રેસિડેન્ટ ડોકટર્સએ લોકોની વચ્ચે જઇને વ્યસન મુક્તિ, રસીકરણ, તેમજ માસિક દરમિયાન સ્વચ્છતા જેવી લોકોને સ્પર્શતી બાબતો વિશે લોકજાગૃતિના ભાગરૂપે નુક્ક્ડ નાટક યોજ્યા હતાં. તેમજ વહેલી સવારે જનજાગૃતિના ભાગરૂપે મેડીકલ કોલેજ, પટેલ કોલોની, રામેશ્વર, હિમતનગર રોડ સહીતના વિસ્તારોમાં આરોગ્યના મુદ્દાઓ દર્શાવતા પોસ્ટર અને સુત્રો સાથે લોક જાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતુ.

ત્યાર બાદ કોલેજમાં આરોગ્ય અને હેલ્થ પોલિસી જેવી બાબતોને સ્પર્શતા મુદ્દાઓ પર ડીબેટ સ્પર્ધા, સીકલ શેલ એનેમિયા, ટી.બી, માનસિક સ્વાસ્થ્ય, ન્યુમોનિયા, જેવા મુદ્દાઓને લઇને તબીબી વિદ્યાર્થીઓ દ્વારા કેસ પ્રેઝેન્ટેશન કરવામાં આવ્યું હતુ સાથે રંગોલી-પોસ્ટર મેંકીગ જેવી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી.

આ તમામ સ્પર્ધાઓને લીધે તબીબી વિદ્યાર્થીઓમાં આરોગ્ય વિષયે ઉંડી સમજ, નવી સ્કીલ, તેમજ અભ્યાસની સાથે સાથે નવા વિષયો જાણવાની ઉત્સુકતા તેમજ પ્રભાવ વધે એ હેતુથી આ તમામ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તમામ સ્પર્ધાત્મક પ્રવૃતિઓમાં નિર્ણાયક તરીકે ડો.દિપેશ પરમાર, ડો.જે.પી.મહેતા, ડો.નરેશ મકવાણા, ડો.સુમિત ઉનડકટ, ડો.ઇલેશ કોટેચા, ડો.વિરલ શાહ, ડો.કિશોર ધડૂક, ડો.રોહિત રામ, ડો.નવનીત પઢિયાર, ડો.કપિલ ગંઢા, ડો.મિથુન સંઘવી, ડો.પ્રદીપ પિઠડીયા, ડો.સુધા ખંભાતી ઉપસ્થિત રહ્યા હતાં જેમાં પ્રથમ, દ્રિતિય અને તૃતીય ક્રમે આવેલ વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે તેમજ નવી બાબતો શિખવામાં રૂચિ વધે એ હેતુથી ઇનામ તેમજ સર્ટિફિકેટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતાં.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવામાં ડો.દીપક તીવારી, મેડીકલ સુપ્રિન્ટેન્ડન્ટ, ડો.દિપેશ પરમાર કોમ્યુનિટિ મેડિસીન વિભાગના વડા, ડો.જે.પી.મહેતા, ડો.નરેશ મકવાણા, તમામ ફેકલ્ટી, સાથે તમામ રેસિડેન્ટ ડોક્ટરોએ જહેમત ઉઠાવી હતી. સિનિયર રેસિડેન્ટ ડોક્ટર, રેસિડેન્ટ ડોક્ટર સાથે ઇન્ટર્ન ડોક્ટરો અને યુજી એ સમગ્ર કાર્યક્રમનુ સંકલન કરીને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.

Related posts

પાટણ : રસિયો રૂપાળો રંગ રેલીયો લાઈટ બિલ ભરતો નથી.

samaysandeshnews

દેવભૂમિ દ્વારકા : પત્રકારસાથે ગેરવર્તન કરવું દબંગ PSI ને પડશે મોંઘુ!

cradmin

રાજકોટ જિલ્લા ના ધોરાજી પંથક ના ખેડૂતો ધુમ્મસ ભર્યા વાતાવરણ થી ચિંતિત બન્યા

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!