રાજકોટ : યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે ધોરાજીમાં 1000 ચકલી માળાનું વિનામૂલ્યે વિતરણ કરાયું
ધોરાજી:-ધોરાજીમાં યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા વિશ્વ ચકલી દિન નિમિત્તે 1000 ચકલી માળા નું વિનામૂલ્યે વિતરણ કરાયું.
ધોરાજીના જેતપુર રોડ ખાતે આવેલ આર્સેનિક નેચરલ એન્ડ ઓર્ગેનિક બજાર ખાતે વિથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા વિશ્વ ચકલી દિન ની ઉજવણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
આ સમયે યુથ હોસ્ટેલ એસોસિએશનના વિનુભાઈ ઉકાણીએ જણાવેલ કે લુપ્ત થતુ સુંદર આંગણાનુ પક્ષી.ચાલો આપણે તેને યાદ કરીએ. વિશ્વ ચકલી દિવસ નિમિત્તે યુથ હોસ્ટેલ એસોસિએશન દ્વારા વિનામૂલ્ય ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું છે જેનો વધુમાં વધુ લોકો લાભ લઈએ અને વિશ્વ ચકલી દિવસ નિમિત્તે ચકલીને સાચવવાની આપણી સૌની ફરજ છે એ ભાવથી દરેક પોતપોતાના ઘર સુધી માળા રાખે તે અંગે ખાસ વિનંતી કરી હતી.
હોસ્ટેલ એસોસિએશનના વિનુભાઈ ઉકાણી, ધોરાજી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ લલિતભાઈ વોરા, અખિલ ભારતીય વિશ્વકર્મા મહાસભાના રાષ્ટ્રીય અગ્રણી અને યુથ હોસ્ટેલ એસોસિએશનના આજીવન મેમ્બર કિશોરભાઈ રાઠોડ. યુથ હોસ્ટેલ એસોસિએશનના મિલનભાઈ પટેલ, વિગેરે દ્વારા ચકલીના માળાનું વિનામૂલ્ય વિતરણ કરવામાં આવ્યું હતું.