અમદાવાદમાં 26 જુલાઈ 2008ના રોજ થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસનો 14 વર્ષ બાદ ચુકાદો જાહેર થયો. છે.દેશમાં 24 વર્ષ બાદ એક સાથે આટલી સંખ્યામાં કોર્ટ દ્વારા દોષિતોને ફાંસીની સજા કરાઈ છે.આ પહેલા પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની હત્યામાં સામેલ 26 દોષિતોને 1998માં સ્પેશ્યલ કોર્ટે ફાંસીની સજા ફટકારી હતી.
સિરિયલ બ્લાસ્ટના કેસમાં 49 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી.38 દોષિત આરોપીઓને ફાંસીની સજા ફટકારવામાં આવી.મૃતકોના પરિવારજનોને ને રૂપિયા 1લાખ નું વળતર આપવામાં આવશે .ઇજાગ્રસ્ત લોકોને 50 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે અને સામાન્ય ઈજા પહોંચેલા લોકોને 25 હજાર રૂપિયાનું વળતર આપવામાં આવશે.
1 થી 16 અને 18,19, 20,28,31,32,36 થી 40,42,44,45,47,49,50,60,63,69,70 અને 78 નંબરના આરોપીને ફાંસીની સજા જાહેર કરવામાં આવી.