Samay Sandesh News
ગુજરાતપાટણ

“આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર 2 ઓકટોબરે નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધા યોજાશે

રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવુતિઓ વિભાગ, ગાંધીનગર અને જીલ્લા વહીવટીતંત્ર, પાટણ દ્વારા આયોજિત અને જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, પાટણ દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ ઉપર તા. ૦૨ ઓક્ટોબર,૨૦૨૧ ના દિવસે મહાત્મા ગાંધીજીની જન્મજયંતી નિમિત્તે યોજાનાર રાસ અને અર્વાચીન ગરબા તથા પ્રાચીન ગરબામાં જોડાવવા માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમાં ભાગ લેવા ઈચ્છતી સંસ્થાઓએ મોડામાં મોડા તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૧ બપોરે ૧૨-૦૦ કલાક સુધીમાં જીલ્લા રમતગમત અધિકારીની કચેરી પાટણ ખાતે અરજીપત્રક મળે તે રીતે અરજીપત્રકો મોકલી આપવાના રહેશે. આ સ્પર્ધામાં વિજેતા થનાર પ્રથમ નંબરને રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા માટે મોકલવામાં આવશે.

આ નવરાત્રિ રાસ-ગરબા સ્પર્ધામાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા માટે શૈક્ષણિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંસ્થાઓ અને સેવાભાવી સંસ્થાઓને જોડાવવા માટે જીલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી,પાટણની અખબારી યાદીમાં જણાવ્યું છે.

Related posts

Rajkot: પત્રકાર સુરક્ષા કાનૂનની લડાઈ એ ભારત નાં 142 કરોડ લોકોની આઝાદી માટેની લડાઈ છે : જિજ્ઞેશ પટેલ

samaysandeshnews

Personal Loan: Pan Card વિના પણ પર્સનલ લોન મળી શકે છે.

samaysandeshnews

પાટણ ડીસા હાઈવે પર રોડની બંન્ને સાઈડ બાવળોના ઝુડ વધી જતા જેસીબી વડે દુર કરવાની કામગીરી હાથ ધરાઈ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!