Samay Sandesh News
મેહસાણાશહેર

ઊંઝા તાલુકો હવે બનશે ટીબી મુક્ત

પૂર્વ સાંસદ શારદાબેન પટેલ દ્વારા તેમની ગ્રાન્ટમાંથી ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેક કરવાના RTPCR મશીનનું ઊંઝા ધારાસભ્યશ્રી ની વિશેષ ઉપસ્થિતિ માં લોકાર્પણ કરવામાં આવ્યું

યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના ટીબી મુક્ત ભારત અભિયાન ને આગળ વધારવા મહેસાણા લોકસભાના તત્કાલીન સાંસદ આદરણીય શારદાબેન પટેલ દ્વારા ઊંઝા સિવિલ હોસ્પિટલમાં ટીબીના પેશન્ટનું તાત્કાલિક ટીબી ડિટેક્ટ થાય તે માટેનું ટ્રુ નાટ મશીન ખરીદવા માટે રૂપિયા 11 લાખની માતબર ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવેલ હતી. તે ગ્રાન્ટ માંથી જિલ્લા ટીબી ઓફિસ મહેસાણા દ્વારા મશીનની ખરીદી કરવામાં આવેલ હતી અને તે મશીનનું આજે ઊંઝા સિવિલ માં પૂર્વ સાંસદ શારદાબેન અને ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા લોકાર્પણ આવ્યું.

આ મશીન થી ઊંઝા અને આજુબાજુના વિસ્તારના તથા પાડોશી રાજ્ય રાજસ્થાન થી આવતા ટીબીના પેશન્ટોને જેમ કોરોનાના આરટીપીસીઆર ટેસ્ટ થતા હતા તેવી જ રીતે ટીબીના પણ આરટીપીસીઆર ટેસ્ટ થશે અને એક જ કલાકમાં ટીબી છે કે નહીં તેમજ તેમને કયા પ્રકારનું ટીબી છે તેનું નિદાન થશે. આ ઝડપથી નિદાન થવાથી ટીબીનો પ્રકાર કયો છે અને તેને કઈ દવા થી ઈલાજ કરવો તેનું માર્ગદર્શન ઝડપ થી મળશે જેથી ટીબી નાબુદ કરવામાં આ મશીન ખુબ જ ઉપયોગી થશે. આ મશીનની એક ખાસ વિશેષતા એ પણ છે કે સાદા માઈક્રોસ્કોપમાં 10,000 બેક્ટેરિયા/1ML ના લોડ ઉપર નિદાન થાય છે જ્યારે આ મશીનમાં ફક્ત 500 બેક્ટેરિયા/1ml નો લોડ હોય તો પણ ટીબી ડિટેકટ થાય છે. આ મશીન થી ટીબી સિવાય ૯ પ્રકારના અન્ય રોગો જેવા કે કોરોના, મલેરિયા, ડેન્ગ્યું, H1N1, ચિકનગુનીયા તથા હિપેટાઈટીસ B અને C નું પણ નિદાન થશે.

મહેસાણા જિલ્લામાં ફક્ત વડનગર GMRES અને કડી સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે આ પ્રકારનું મશીન છે અને હવે ઊંઝા સબ ડીસ્ટ્રીકટ હોસ્પિટલ માં પણ આ મશીન ઉપલબ્ધ છે.

આ પહેલા કોરોના કાળ માં પણ પૂર્વ સાંસદ શ્રી શારદાબેન અને ઊંઝાના પૂર્વ ધારાસભ્ય સ્વ. આશાબેન પટેલ ની 50-50 ટકા ગ્રાન્ટમાંથી ઊંઝા હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ ફાળવવામાં આવેલ હતી.

આજે ઊંઝા સિવિલ હોસ્પિટલ ખાતે ટીબીના ટ્રુ નાટ મશીન નું પૂર્વ સાંસદ શારદાબેન પટેલ અને ઊંઝાના ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ દ્વારા લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે APMC ઊંઝાના પૂર્વ ચેરમેન શ્રી દિનેશભાઈ પટેલ, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ શ્રી નિલેશભાઈ પટેલ, સેવા મંડળના સદસ્યો, તાલુકા ભાજપ પ્રમુખ હર્ષદ પટેલ, શહેર ભાજપ પ્રમુખ સંજય રાવળ, જિલ્લા ક્ષય અધિકારીશ્રી અંજુબેન, ઊંઝા સબ ડિસ્ટ્રીક્ટ હોસ્પિટલ અધિક્ષક શ્રી ગાર્ગીબેન પટેલ તથા કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા.

Related posts

ગીરમાં ઉતરાયણના દિવસે આપનેતા પ્રવીણ રામે જાહેર કરેલા પ્રોગ્રામ અંતર્ગત ઠેર ઠેર…

cradmin

Surat: ‘મિશન સુરક્ષિત સુરત’ અંતર્ગત ગુનેગારોને સુધરવામાં પોલીસ મદદ કરશે

samaysandeshnews

ક્રાઇમ: ગ્રેટર નોઈડામાં ધોરણ 8ની છોકરીએ પાડોશી દ્વારા ઉત્પીડનનો દાવો કર્યો, ઘરે ગળેફાંસો ખાઈ લીધો

cradmin

Leave a Comment

error: Content is protected !!