Latest News
મહેસાણા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ડિસ્ટ્રીક્ટ ઇમરજન્સી રીસ્પોન્સ સેન્ટર ખાતે રક્તદાન કેમ્પ યોજાયો પ્રકૃતિ સાથે આત્મિયતા એટલે રાસાયણિક ખેતી કે જંતુનાશક દવાના ઉપયોગ વિનાની પ્રાકૃતિક ખેતી ગુજરાતમાં “કોઓપરેશન અમોન્ગસ ધ કોઓપરેટિવ પ્રોજેક્ટ” અમલીકરણની સર્વગ્રાહી સમીક્ષા કરતા સહકાર મંત્રી રાજ્યના મહેસૂલ વિભાગના સેટલમેન્ટ કમિશનર શ્રી બી.એ.શાહ દ્વારા આકસ્મિક સંજોગો સામે જિલ્લા વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરાઈ હારીજની શિવવીલા સોસાયટીમાં વરસાદી પાણીના નિકાલ માટે નવી પાઇપ લાઇનનું જોડાણ કરવા રજુઆત પાકિસ્તાન સાથેના વધતા તણાવને લઇને પાટણનું તંત્ર એલર્ટ..સરહદીય વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા અપાઇ સૂચના આપાઈ

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશન, અબુંજાનગર, કોડીનાર ખાતે ૭ દિવસિય મધમાખી ઉછેર ની ચોથી તાલીમનો શુભારંભ કરવામાં આવ્યો…

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  કોડીનાર દ્વારા ગીર સોમનાથ જિલ્લાના મધમાખી ઉછેરમાં રસ ધરાવતા ૨૫ ખેડૂતો માટે ૭ દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું. જેમાં ઉદ્દઘાટનમાં મુખ્ય મહેમાન તરીકે અબુંજા સિમેન્ટ ફાઉન્ડેશનના ડેપ્યુટી જનરલ મેનેજર શ્રી દલસુખ વઘાસિયા સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. તેમની સાથે કેવિકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ અને ફાર્મ મેનેજર શ્રી હેપિલભાઈ છોડવાડિયા પણ હાજર રહ્યા હતા તાલીમ ની શરૂઆત મહેમાનો દ્વારા દીપ પ્રાગટય થી કરવામાં આવી હતી ત્યારબાદ તાલીમ લેવા માટે પધારેલા તમામ તાલિમાર્થીઓએ પોતાનો પરિચય આપયો હતો અને તાલીમ લેવાનો પોતાનો હેતુ જણાવ્યો હતો. ટ્રેનિંગના ઓર્ગેનાઇઝર અને કેવિકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત શ્રી રમેશભાઈ રાઠોડ દ્વારા ઉપસ્થિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ તેમણે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દિલ્હી દ્વારા આખા દેશમાં ૭૨૧ કેવિકે છે તેમાંથી ૧૦૦ કેવિકે ને આ પ્રકારની ટ્રેનિંગ કરવા માટે આર્થિક સહયોગ આપવામાં આવ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે  ગુજરાતના કુલ ૩૦ કેવિકેમાંથી ૩ કેવિકે ને આ પ્રકારની ટ્રેનિંગ આપવા માટે પસંદ કરવામાં આવ્યા છે તેમા આપડા કેવિકેનો સમાવેશ કરવામાં આવ્યો તે આપડા સૌના માટે ગૌરવની બાબત છે. વધુમાં તેમને જણાવ્યું હતું કે આપણે પ્રથમ ત્રણ બેચ ખુબજ સફળતા પૂર્વક પૂર્ણ કરી છે અને વધુમાં તેમને મધમાખી ઉછેરની તાલિમના મહત્વ વિશે વાત કરી હતી. કાર્યક્રમના અધ્યક્ષ શ્રી દલસુખ વઘાસિયા સાહેબે સૌ પ્રથમ તો આ ટ્રેનિંગ ના આયોજન બદલ કેવિકેને અભિનંદન આપ્યા હતા વધુમાં તેમણે જણાવ્યું હતું કે મધમાખીની ખાસિયતો જાણી અને ખેતીમાં ઉત્પાદન વધારવા માટે તેનો ઉપયોગ થાય તે માટે પણ આ તાલીમ જરૂરી છે.  કેવિકેના ફાર્મ મેનેજર શ્રી હેપિલભાઈ છોડવાડિયાએ તાલીમની સાથે ખેતીના અન્ય વિષયોની પણ તાલીમ લેવા જણાવ્યું હતું અને કાર્યકમમાં પધારવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ