કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, કોડીનાર દ્રારા પાંચમી ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ
સફળતાપૂર્વક પૂર્ણ થઈ
કુષિ વિજ્ઞાન કેન્દ્ર, અંબુજા સિમેન્ટ ફાઉન્ડેશન, કોડીનાર અને રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દીલ્હીના આર્થિક સહયોગથી ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લાના મધમાખી પાલનમાં રસ ધરાવતા રપ જેટલા પ્રગતિશીલ ખેડૂતોને પાંચમી ૭ દિવસીય વૈજ્ઞાનિક મધમાખી ઉછેરની તાલીમ ૨૧ થી ૨૭ માર્ચ, ૨૦૨૨ દરમ્યાન આપવામાં આવી.
પ્રથમ દિવસે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી ત્યારબાદ પધારેલા તમામ તાલીમાર્થીઓએ સ્વયં ઓળખ આપી. આ તાલીમના ઓર્ગેનાઈઝર અને કેવીકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાંત રમેશભાઈ રાઠોડ દ્રારા ઉપસ્થિત મહેમાનોનુ શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યુ ત્યારબાદ તેમણે જણાવ્યુ હતુ કે રાષ્ટ્રીય મધમાખી બોર્ડ, નવી દીલ્હી દ્રારા ગુજરાતના ૩૦ કેવીકેમાથી ૩ કેવીકેની આ પ્રકારની તાલીમ આપવા માટે પસંદગી કરવામાં આવી છે. તેમાં આપણા કેવીકેનો સમાવેશ કરવામાં આવ્યો છે તે આપણા માટે ગૌરવની વાત છે. કાર્યક્મના અધ્યક્ષશ્રી દલસુખ વઘાસીયા, ડીજીએમ-એસીએફ એ જણાવ્યુ કે આ એક અલગ પ્રકારની તાલીમ છે કે જેમાં તાલીમાર્થીઓ પોતાના રસથી પધાર્યા છે. સાથે-સાથે કેવીકેને આ પ્રકારની તાલીમ કરવા માટે અભિનંદન પાઠવ્યા. કેવિકેના વડા શ્રી જીતેન્દ્રસિંહ સાહેબે આ તાલીમની સાથે ખેતીના અન્ય વિષયોની પણ તાલીમ લેવા જણાવ્યું હતું. કેવિકેના ફાર્મ મેનેજર શ્રી હેપિલ છોડવાડિયાએ કાર્યકમમાં પધારવા બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો.
કાર્યકમના બીજા દિવસે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કીટક્શાસ્ત્ર વિભાગના સહ સંશોધન વૈજ્ઞાનિક ડો.ડી.એમ.જેઠવા સાહેબ દ્રારા વૈજ્ઞાનિક પધ્ધતિથી મધમાખી પાલન કઈ રીતે કરી શકાય તેની વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. તાલીમના પ્રથમ ૩ દિવસ કેવીકે ખાતે અને બીજા ૪ દિવસ ગુજરાત રાજયમાં સફળતા પૂર્વક મધમાખી પાલન કરતા પ્રગતિશીલ ખેડૂતો અને સંસ્થાઓની મૂલાકાત કરવામાં આવી હતી. તેમાં ગીર સોમનાથ અને જુનાગઢ જીલ્લામાં ખૂબ જ સફળતા પૂર્વક મધમાખી પાલન કરતા શ્રી જેઠાભાઇ રામ, સતિષભાઇ સોલંકી અને શ્રી આશીષ પટોડિયાના ફાર્મ પર મધમાખી પાલનમાં ધ્યાનમાં રાખવાની બાબતો વિશે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી હતી. આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર સ્મૃતિ કેન્દ્ર, મધમાખી ઉછેર કેન્દ્ર, ખેડૂતો માટેના મ્યુજિયમ અને ઓર્ષધિય અને સુગંધિત વનસ્પતિ સંસોધન કેન્દ્ર ની મુલાકાત લીધી આ મુલાકાત દરમ્યાન ડો.મુકેશ પટેલ સાહેબ દ્વારા ખુબજ સારી માહિતી આપવામાં આવી.
ગુજરાત રાજયમાં જેનુ મધમાખી પાલનમાં ખૂબ મોટુ નામ છે એવા સહયાદ્રી હની ફાર્મ, ચીખલી ખાતે મધમાખીની સંપૂર્ણ વસાહત વિષે અને મધમાખીના પુડામાં રાણી માખીના મહત્વ વિશે શ્રી અશોકભાઇ પટેલ દ્રારા ખુબજ ઊંડાણ પૂર્વક માહિતી આપવામાં આવી. વધુમાં તે ફાર્મ ઉપર સંકલિત ખેતી નું એક મોડેલ જોવા મળ્યું. ત્યારબાદ નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર સ્મૃતિ કેન્દ્ર અને બનાના પ્રોસેસિંગ યુનિટની મુલાકાત કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમમાં ખેડૂતોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને તાલીમના અંતે ખેડૂતોએ પોતાના પ્રતિભાવો રજૂ કર્યા હતા.
આ કાર્યક્ર્મમાં કેવિકેના શ્રી મનીષ બલદાણિયા અને શ્રી હેપિલ છોડવાડિયા એ પોતાના લેક્સર રજૂ કર્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સમગ્ર કેવિકે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર તાલીમનું સફળ આયોજન તાલીમના ઓર્ગેનાઈઝર અને કેવીકેના પાક સંરક્ષણ વિષય નિષ્ણાત રમેશભાઈ રાઠોડ દ્રારા કરવામાં આવ્યુ હતુ.