ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, ભૂપેન્દ્ર પટેલ ગુજરાતના નવા મુખ્યમંત્રી બન્યાં, અમદાવાદના ધારાસભ્ય છે ભુપેન્દ્ર પટેલ; ઔડાના ચેરમેન પણ રહી ચુક્યા છે ભુપેન્દ્ર પટેલ આગામી ૧૩ અથવા ૧૪ સપ્ટેમ્બરે ગાંધીનગર ખાતે ભૂપેન્દ્ર પટેલની
સપથવિધિ યોજાઈ શકે છે.
ભુપેન્દ્ર પટેલના પિતાનું નામ રાજનીકાંતભાઈ છે. ૧૫ જુલાઈ ૧૯૬૨ના રોજ તેમનો જન્મ અમદાવાદ ખાતે થયો હતો, તેઓ ડિપ્લોમા સિવિલ ઈન્જીનીયર લાયકાત ધરાવે છે. તેઓ અત્યાર સુધીમાં અમેરિકા, યુરોપ, સિંગાપોર, દુબઈ, ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કરી ચુક્યા છે.
ગુજરાતના નવા મુખ્યમંત્રી બનેલા ભૂપેન્દ્ર પટેલે મેમનગર નગરપાલિકાના ચેરમેનથી રાજકીય સફર શરૂ કરી.અમદાવાદ મ્યુનિ.ની સ્ટે. કમિટિના ચેરમેન તથા ઔડાના ચેરમેન પણ રહી ચૂક્યા છે ભૂપેન્દ્ર પટેલ.અબ કી બાર ભુપેન્દ્ર પટેલ કી સરકાર.