ચરાડવા ગામના દાતાઓના આર્થિક સહયોગથી મુક્તિધામ બન્યું ઈન્દ્રલોક
નયન રમ્ય બગીચો અને રાત્રિના સમયે સંગે મરમર લાઈટની ગોઠવણી કરી રોડ પરથી પસાર થતા લોકો માટે અચૂક મુલાકાત લેવી જ પડે.
કોરોના કાળમાં સમયનો સદ ઉપયોગ થતાં ચરાડવામા ઈન્દ્રલોકનું નિર્માણ : પુર્વ સરપંચ
ચરાડવા ગામના અથાગ પરિશ્રમથી મુક્તિધામ બન્યું ઈન્દ્રલોકધામ સ્વાભાવિક છે કે દરેક ગામમાં ગામલોકો રાત્રે સ્મશાનભુમિમા જતા ભુત-પ્રેત, ડાકણોના ભય અનુભવતા હોય છે ત્યારે ગામનું મુક્તિધામ તો જાણે ઈન્દ્રલોકની નગરી હોય તેમ આકાર પામતા સ્ત્રી-પુરુષો, બાળકો માટે ફરવા લાયક સ્થળ બની ગયું છે ગામલોકોએ આશરે ૧૫ થી ૨૦ લાખની દાતાઓની સરવાણીથી મુક્તિધામમાં ઝળહળતી રોશની, બંને કોર્નર સાઈડ રસ્તા પર મંદિરોમાં બિરાજમાન અનેક દેવતાઓ અને ઋષિમુનિઓ જાણે સ્વર્ગલોક પરથી પધાર્યા હોય તેમ બિરાજમાન જોવા મળે છે.
ચરાડવાના યુવાન મિત્રો દ્વારા આ અવાવરી જગ્યાને સ્વર્ગ સમાન બનાવવાની નેમ સાથે કોરોના સમયનો સદ ઉપયોગ કરી અથાગ જહેમત ઉઠાવી અને આ મુક્તિધામને ખરા અર્થમાં સ્વર્ગધામ બનાવ્યું છે.આ મુક્તિધામમાં લાખો રૂપિયાના ખર્ચે શંકર ભગવાનની મૂર્તિ સહિત અનેક દેવ-દેવીની અને સંતોની મૂર્તિની સ્થાપના કરવામા આવી છે તો સાથે પક્ષીઓના કલરવ, પર્યાવરણની જાળવણી માટે ઘટાદાર વૃક્ષો, પ્રાર્થના હોલ, ઝળહળતી રાત્રી રોશની,બાળકો માટે ક્રીડાંગણ, હિંચકા, લપસણી, નયન રમ્ય બગીચો અને રાત્રિના સમયે સંગે મરમર લાઈટની ગોઠવણી કરી રોડ પરથી પસાર થતા લોકો માટે અચૂક મુલાકાત લેવીજ પડે એવું સુંદર નયન રમ્ય મુક્તિધામ નિર્માણ કર્યું છે.આ મુક્તિધામના જીર્ણોદ્ધાર માટે પ્રેરણા સ્તંભ એવા મહાનુભાવો પ્રવીણભાઈ ટી.સોનગ્ના (ચેરમેનશ્ર જિ.શિ. સમિતિ મોરબી) રમેશભાઈ પી. સોનગ્ના (પુર્વ સરપંચ)બળદેવભાઈ સોનગ્રા,
કેતનભાઇ પૂજારા,
કેશુભાઈ, નારાયણભાઈ, શશીકાંતભાઈ, મોરી, વાસુદેવભાઇ,વજુભાઈ હડિયલ તથા ગામના આગેવાનો અને અગણિત યુવાનો દ્વારા મુક્તિ ધામને ઈન્દ્રલોકધામ બનાવી દીધું છે