સિધ્ધપુર પો.સ્ટે. પાર્ટ-એ ગુ.ર.નં-૧૧૨૧૭૦૩૦૨૨૦૦૦૧/૨૦૨૨ ઇપીકો કલમ-૩૨૮,૩૭૯,૧૧૪ મુજબ નો ગુનો તા.૦૧/૦૧/૨૦૨૨ ના રોજ દાખલ થયેલ જે ગુનાની ગંભીરતા ધ્યાને લઇ જે.આર.મોથલીયા સાહેબ પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તેમજ અક્ષયરાજ સાહેબ પોલીસ અધિક્ષક પાટણ તથા નાયબ પોલીસ અધિક્ષક સી.એલ.સોલંકી સાહેબ સિધ્ધપુર વિભાગ નાઓની સુચના મુજબ સદર ચોરીનો ગુનો શોધી કાઢવા સારુ સુચના કરેલ.
જે આધારે ચિરાગભાઇ ગોસાઇ પોલીસ ઇન્સ્પેક્ટર સિધ્ધપુર પો.સ્ટે. નાઓ તેમજ પોલીસ સ્ટાફના માણસો સાથે સદર ગુનાના કામે ચોરી કરી નાસતો ફરતો આરોપી સલાટ દેવજી ઉર્ફે દેવીયો મોહનલાલ રહે-પાલનપુર માન સરોવર ફાટક પાસે જી-બનાસકાંઠા વાળો ચોરી કર્યા પછી નાસતો ફરતો હોઇ જે પલ્સર મોટરસાઇકલ લઇ કાકોશી ચાર રસ્તા ખાતે નિકળનાર હોવાની હકીકત સાથે ના એ.એસ.આઇ દિવાનજી સુરસંગજી નાઓને મળતા પોલીસ ના માણસો સાથે કાકોશી ચાર રસ્તા ખાતે વોચ મા રહી સલાટ દેવજી ઉર્ફે દેવીયો મોહનલાલ રહે-પાલનપુર વાળો પલ્સર મો.સા. નંબર-GJ-02-DK-4938 નુ લઈ આવતા જેને પકડી પાડી આગળ ની તપાસ તજવીજ ચાલુ માં છે.