સ્વાતંત્ર્ય પર્વની પૂર્વ સંધ્યાએ દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો થકી શહિદોને યાદ કરાયા
જામનગર તા.૧૪ ઓગષ્ટ, રાજ્યના સાંસ્કૃતિક વારસાનું જતન થાય તેમજ સ્વતંત્રતાના અમૃત મહોત્સવ અંતર્ગત રાષ્ટ્રપર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ પ્રવાસન અને મત્સ્યોઘોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષ સ્થાને જામનગર ધનવંતરી ઓડિટોરિયમ ખાતે દેશભક્તિના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા.
આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં જામનગરની સત્યસાંઈ, મોદી વગેરે વિવિધ શાળાઓના વિદ્યાર્થીઓ અને અન્ય ગ્રુપ દ્વારા દેશભક્તિની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. મંત્રીશ્રીએ વિવિધ કૃતિઓ નિહાળી બાળકોને બિરદાવ્યા હતા.
આ કાર્યક્રમમાં મંત્રીશ્રીના ધર્મપત્ની શ્રી ગીતાબેન ચાવડા, મેયરશ્રી બીનાબેન કોઠારી, કલેકટરશ્રી સૌરભ પારઘી, અધિક નિવાસી કલેકટરશ્રી રાજેન્દ્ર સરવૈયા, પ્રાંત અધિકારી જામનગર શહેરશ્રી આસ્થા ડાંગર, પ્રાંત અધિકારી જામનગર ગ્રામ્ય શ્રી અક્ષય બુડાનિયા, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી નીતા વાળા તથા વિદ્યાર્થીઓ, નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.