Samay Sandesh News
ગુજરાતજામનગરટોપ ન્યૂઝ

જામનગર માં શિક્ષક સન્માન સમારોહ યોજાયો.

જામનગર : કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા શિક્ષકો ને સન્માનીત કરવાનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે 5 સપ્ટેમ્બર શિક્ષકદિન ના દિવસે જામનગર ના તાલુકા અને જિલ્લા કક્ષા ના અનેક શિક્ષકો નો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.

કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ના શિક્ષકો ને સન્માનીત કરવાના કાર્ય અંતર્ગત આજે 5 સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિતે શહેર મધ્યે આવેલા મ્યુનિસિપલ ટાઉનહોલ ખાતે જામનગર જિલ્લા વહીવટી તંત્ર અને જિલ્લા શિક્ષણાધિકારી જામનગર ની કચેરી ના સંયુક્ત ઉપક્રમે જિલ્લા અને તાલુકા કક્ષા ના શ્રેષ્ઠ શિક્ષકો નું સન્માન સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ ના હસ્તે જિલ્લા અને તાલુકા કક્ષા ના આદર્શ શિક્ષક તરીકે ફરજ બજાવતા શિક્ષકો નું સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કેબિનેટ મંત્રી આર.સી. ફળદુ,ભાજપ શહેર પ્રમુખ વિમલ કગથરા, મેયર બિનાબેન કોઠારી, પૂર્વ ભાજપ પ્રમુખ હસમુખ હિંડોચા, કલેકટર સૌરભ પારઘી સહિત પદાધિકારી અધિકારી અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા

Related posts

કોરોના સમયમાં બાળકોને શિક્ષણ આપનાર વ્યક્તિ તરીકે ગુજરાત માંથી માત્ર એક શિક્ષકની ગુગલ દ્વારા પસંદગી કરવામાં આવી

samaysandeshnews

જામનગર અને કાલાવડમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું

samaysandeshnews

Jetpur : ગુજરાત નગરપાલિકા કર્મચારી મહામંડળ દ્વારા સરકારને વર્ષો જુના પડતર પડેલા પ્રશ્નોની વારંવાર રજૂઆતો કરવા છતાં નિરાકરણ નહી આવતાં જેતપુર નગરપાલિકાના કર્મચારીઓ આજથી હડતાળ પર; કચેરીનું તમામ કામકાજ બંધ રહેશે.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!