Samay Sandesh News
ગુજરાતજામનગર

જામનગરના ઉદ્યોગકારો માટે એક્ષપોર્ટ કોન્કલેવ યોજાયો

જામનગર  તા.૨૫-૯-૨૦૨૧ના રોજ ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડ (DGFT), રાજકોટ રિજિયન, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, જામનગર તથા જામનગર ફેકટરી ઓનર્સ એસોસિએશનના સંયુક્ત ઉપક્રમે ફેક્ટરી ઓનર્સ એસોસિએશનના ઓડિટોરિયમ હોલ ખાતે “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત એક્ષપોર્ટ કોન્કલેવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં જામનગર જિલ્લાને એક્ષપોર્ટ હબ બનાવવા માટે તેમજ એક્ષપોર્ટને લગતા જામનગર જિલ્લાના ઉદ્યોગકારોને પડતી વિવિધ મુશ્કેલીઓ, તેઓની જરૂરીયાત તેમજ એક્ષપોર્ટને વધારવા માટેની ભલામણો અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડાયરેકટર જનરલ ઓફ ફોરેન ટ્રેડનાં જોઈન્ટ ડાયરેક્ટરશ્રી અભિષેક શર્મા દ્વારા ઉદ્યોગકારોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉદ્યોગ અને ખાણ વિભાગ, ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં બહાર પાડવામાં આવેલ નવી ઔદ્યોગિક નીતિ-૨૦૨૦ અંતર્ગત વિવિધ યોજનાઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરના નાયબ ઉદ્યોગ કમિશનર શ્રી કે વી મોદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ તેમજ ઉદ્યોગકારોને વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરવામાં આવી હતી. “આઝાદીકા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત યોજાયેલ એક્ષપોર્ટ કોન્કલેવમાં ૧૨૨ જેટલા ઉદ્યોગકારોએ ભાગ લીધો હતો તેમ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર જામનગરની યાદી દ્વારા જણાવવામાં આવેલ છે.

Related posts

પાટણ: વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સ ને આબાદ ઝડપી લેતી એ ડિવિઝન પોલીસ ટીમ

cradmin

પત્રકાર એકતા સંગઠનની મહેસાણા જિલ્લાના વિવિધ તાલુકાઓની કારોબારીની રચના કરાઈ

samaysandeshnews

Election: જામનગરમાં મતદાર જાગૃતિ અને કેળવણી અંતર્ગત દિવ્યાંગ ક્રિકેટ ટુર્નામેન્ટ-૨૦૨૨નું આયોજન કરાયું

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!